૧પ૪] [હું
[પ્રવચન નં. ૨૯]
એમ નક્કી કર -
ચાર સંજ્ઞા–રહિત ને ચાર ગુણ સહિત પરમાત્મા છું
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૮-૭-૬૬]
શ્રી યોગસારશાસ્ત્રમાં આ ૭૭મી ગાથા ચાલે છે.
बे छडिवि बे–गुण–सहिउ जो अप्पाणी वसेइ ।
जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७।।
બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસલીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭.
દિગંબર સાધુ યોગીન્દ્રદેવ ફરમાવે છે કે જે જીવ બે દોષને ત્યાગી, બે ગુણ
ગ્રહણ કરી પોતાના આત્મામાં લીન થાય છે તે શીઘ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. એમ
જિનદેવનું ફરમાન છે.
રાગ-દ્વેષ એ બે દોષને ત્યાગી જ્ઞાન-દર્શનગુણને જ્ઞાની ગ્રહણ કરે છે. સમ્યગ્દ્રષ્ટિ
ચોથા ગુણસ્થાનમાં પણ રાગ-દ્વેષમાં એકત્વ કરતાં નથી. જ્ઞાનીને રાગ-દ્વેષ હોય છે.
ખરા પણ જ્ઞાની તેને રોગ તરીકે જાણે છે, અહિતરૂપ છે એમ માને છે. હિતરૂપ તો એક
પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ-જ્ઞાન અને રમણતા જ છે.
અજ્ઞાની જીવે અનંતકાળથી પોતાના સ્વરૂપની દ્રષ્ટિ જ કરી નથી તેથી જ્ઞાની કહે
છે કે પ્રથમ તું તારા અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા અને જ્ઞાન કર અને
રાગ-દ્વેષ જે તારું સ્વરૂપ નથી તેમાંથી એકત્વપણાની શ્રદ્ધા છોડ!
દરેક આત્મા સૂર્યની જેમ સ્વ-પરપ્રકાશક શક્તિવાળા છે. પોતાને જાણે છે અને
પોતાની હયાતી-મોજૂદગીમાં રહીને જ અન્ય સર્વને પણ જાણે છે. એવો જ કોઈ
આત્માનો સર્વજ્ઞત્વ અને સર્વદર્શીત્વ સ્વભાવ છે. આવા આત્માની શ્રદ્ધા અને જ્ઞાન
કરવા તે પ્રથમ ભૂમિકા છે.
સિદ્ધભગવાનને જેવો અતીન્દ્રિય આનંદ છે તેવો જ અતીન્દ્રિય આનંદ મારામાં
પણ છે, તેનો અનુભવ કરવો એ જ મારું કર્તવ્ય છે, અને એ જ મારો ખોરાક છે-એમ
પ્રથમ શ્રદ્ધામાં લે! પોતાની સત્તાની ભૂમિમાં જ કર્તા-ભોક્તાપણું છે. પરની સત્તામાં
રહેલાં પદાર્થને આત્મા કરી કે ભોગવી શક્તો નથી.
શ્રોતાઃ- શ્રી કુંદકુંદ આચાર્ય કહે છે ને કે આત્મા પરને ભોગવે છે?
પૂજ્ય ગુરુદેવશ્રીઃ- એ તો નિમિત્તથી કથન છે, ખરેખર આત્મા પરને ભોગવતો
જ નથી. આત્મા પરરૂપે થયા વગર પરને કરે કેમ અને ભોગવે કેમ? શ્રી કુંદકુંદ
આચાર્ય પોતે જ કહે છે કે કુંભાર ઘડાને કરતો નથી, માટી ઘડાને કરે છે. એટલે કે
વસ્તુ પોતે જ સ્વતંત્રપણે