Hoon Parmatma (Gujarati). Pravachan: 34.

< Previous Page   Next Page >


Page 177 of 238
PDF/HTML Page 188 of 249

 

background image
પરમાત્મા] [૧૭૭
[પ્રવચન નં. ૩૪]
નિજ–પરમાત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૪-૭-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ નામના મુનિરાજ લગભગ ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ
ગયા. તેમણે આ ‘યોગસાર’ શાસ્ત્રની રચના કરી છે. તેની અહીં ૮૬ મી ગાથા ચાલે
છે. મુનિરાજ કરુણા કરીને શિષ્યને કહે છે કે ‘તું એક આત્માનું મનન કર.!’
एक्कलउ इंदिय–रहियउ मण–वय–काय–ति–सुद्धि ।
अप्पा अप्पु मुणेहि तुहु लहु पावहि सिव–सिद्धि ।। ८६।।
એકાકી ઈન્દ્રિય રહિત, કરી યોગત્રય શુદ્ધ;
નિજ આત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ.
૮૬.
હે ભાઈ! તું એકલા તારા આત્માને દેખ! તે આત્મા કેવો છે?-કે કર્મ
શરીરાદિથી રહિત છે. પરમાર્થદ્રષ્ટિથી ભગવાન આત્મા કર્મ, શરીર, વિકારાદિથી રહિત
એકલો છે. આવા તારા ઈન્દ્રિય રહિત નિજ આત્માનું હે ભાઈ! તું મન-વચન-કાયાની
શુદ્ધિપૂર્વક સ્વભાવસન્મુખ થઈને ધ્યાન કર! એ મોક્ષમાર્ગ છે અને એ જ યોગસાર છે.
મુનિને તો આત્માનું ધ્યાન ઉત્કૃષ્ટ હોય છે. પરંતુ શ્રાવક ગૃહસ્થાશ્રમમાં હોવાં
છતાં એકદેશ આત્માનું ધ્યાન કરી શકે છે. નિયમસાર ભક્તિ-અધિકારના પ્રથમ
શ્લોકમાં જ કુંદકુંદઆચાર્ય કહે છે કે શ્રાવક હો કે મુનિ હો તે બન્ને નિશ્ચયરત્નત્રયની
ભક્તિ કરે છે. માટે સિદ્ધ થાય છે કે શ્રાવકને પણ પોતાના નિશ્ચય શુદ્ધરત્નત્રયનું ધ્યાન
હોય છે અને તેની પ્રગટ દશા પણ હોય છે. માત્ર મુનિને જ સાચું ધ્યાન હોય એવું
નથી, શ્રાવકને પણ એકદેશ ધ્યાન હોય છે.
ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ છે તેની અંતર અનુભવપૂર્વક દ્રષ્ટિ
કરવી અને સ્વરૂપમાં સ્થિર થવું તે નિશ્ચયરત્નત્રયની ભક્તિ છે. આવી ભક્તિ, એકદેશ
શ્રાવકને પણ હોય છે. સર્વાર્થસિદ્ધિના ચતુર્થ ગુણસ્થાનવર્તી દેવો કરતા પણ જેની શાંતિ
વધી ગઈ છે તે શ્રાવક ભલે સ્ત્રી-કુટુંબની વચ્ચે હો, રાજ્યભોગ ભોગવતો હો,
વિષયભોગની વાસના પણ હો પરંતુ તે શ્રાવક સ્વભાવના આશ્રયે શુદ્ધ
નિશ્ચયરત્નત્રયની ભક્તિ કરે છે.
ભાઈ! તું વસ્તુનું સ્વરૂપ સમજ! પરમાનંદની મૂર્તિ, પરમાત્મસ્વરૂપની અંતર
નિશ્ચય સ્વાશ્રિત દ્રષ્ટિ તે નિશ્ચય શુદ્ધિ અને સાત તત્ત્વની શ્રદ્ધા તે વ્યવહાર છે.
જ્ઞાનસ્વભાવનું જ્ઞાન કરવું-સ્વસંવેદન કરવું તે નિશ્ચય અને શાસ્ત્રજ્ઞાન કરવું તે
પરાશ્રિત વ્યવહાર છે. પોતાના