Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 178 of 238
PDF/HTML Page 189 of 249

 

background image
૧૭૮] [હું
સ્વરૂપની દ્રષ્ટિ-જ્ઞાનપૂર્વક સ્થિરતા કરવી તે નિશ્ચયચારિત્ર છે. આવી નિશ્ચયરત્નત્રયની ભક્તિ
શ્રાવકને હોય છે. અરે! ચોથા ગુણસ્થાનમાં પણ મુક્તસ્વરૂપ આત્માનું જ્યાં ભાન થાય છે
અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તો શ્રાવકને તો બે કષાયનો નાશ થવાથી શાંતિ વિશેષ વધી
જાય છે. આ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી શાંતિને અહીં શુદ્ધ નિશ્ચયરત્નત્રય કહેલ છે.
નિર્વાણનો સાક્ષાત્ ઉપાય તો નિર્ગ્રંથપદ છે. અહો! અલૌકિક વાત છે. અંતરમાં
ત્રણ કષાયના અભાવરૂપ નિર્ગ્રંથભાવ અને બહારમાં દ્રવ્યલિંગ પણ નિર્ગ્રંથ હોય તે
અંતર-બાહ્ય નિર્ગ્રંથદશા સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે.
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવમાં જ સુખ છે અને ઈન્દ્રિયના વિષયોમાં સુખ નથી એવી
દ્રઢ પ્રતીતિ હોવા છતાં, ઈન્દ્રિયના વિષયોમાં આસક્તિ રહે છે. કેમ કે આસક્તિ થવી તે
ચારિત્રનો દોષ છે અને ઈન્દ્રિય વિષયોમાં સુખ છે એમ માનવું તે મિથ્યાત્વનો દોષ છે.
સમ્યગ્દ્રષ્ટિને ત્રણકાળ ત્રણલોકમાં એક પોતાના આત્મા સિવાય ક્યાંય સુખબુદ્ધિ થતી
નથી. જ્યાં સુખ હોય ત્યાં સુખબુદ્ધિ હોય કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખબુદ્ધિ હોય?
પોતાનો આનંદ તો પોતામાં છે, પુણ્ય-પાપ ભાવમાં પોતાનો આનંદ નથી-એવી શ્રદ્ધા
ધર્મીને પ્રથમ દ્રષ્ટિમાં જ થઈ જાય છે.
ધર્મીએ આવી શ્રદ્ધા હોવા છતાં પણ હજુ પાંચ ઈન્દ્રિયના વિષયો પ્રત્યેથી
લાલસા છૂટતી નથી, આસક્તિ છૂટતી નથી. ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી, કુટુંબ સાથે
રહીને યથાશક્તિ આત્માનું મનન કરે છે. અંતરમાં વિશેષ સ્થિર થવાની શક્તિ ન હોય
અને બહારથી બધું છોડીને બેસી જાય તો પછી હઠથી પરિષહ આદિ સહન કરે, બોજો
વધી જાય. કેમ કે અંતર શક્તિ તો છે નહિ.
આથી જ કુંદકુંદ-આચાર્યે મુલાચારમાં એક જગ્યાએ લખ્યું છે કે જો ભાઈ! તારી
દ્રષ્ટિ સમ્યક્ થઈ છે તો તારા સમ્યગ્દર્શનમાં દોષ ન લાગે તે માટે બરાબર ધ્યાન
રાખજે. આસક્તિ ન છૂટે તો લગ્ન કરી લેજે પણ મિથ્યાદ્રષ્ટિ સાધુનો સંગ કદાપિ ન
કરીશ. કેમ કે લગ્ન કરવા તે ચારિત્રનો દોષ છે પણ મિથ્યાશ્રદ્ધાવંતના સંગમાં ચડવાથી
પોતાની શ્રદ્ધા મિથ્યા થઈ જાય તો તે શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ જાય.
શ્રોતાઃ-અરે! પણ સંતો આમ લગ્ન કરવાનું કહે?
પૂજ્ય ગુરુદેવ-અરે ભાઈ! તેનો અર્થ સમજવો જોઈએ. મુનિને તો વિવાહ આદિ
કાર્યોનો નવ-નવ કોટીએ ત્યાગ હોય છે. મન-વચન-કાયાથી એવા કાર્યો કરે નહિ,
કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ. પણ અહીં તો મિથ્યાત્વથી બચવા માટે આ
વાત કહી છે. મિથ્યાદર્શનનું પાપ ચારિત્રદોષથી ઘણું મોટું છે. પણ લોકોને મિથ્યાદર્શનનું
પાપ અને સમ્યગ્દર્શનરૂપ ધર્મની શું કિંમત છે તેની ખબર જ નથી.
‘सिज्झंति चरियभट्ठा दंसणभट्ठा ण सिज्झंति।’ સ્ત્રીના સંગમાં ચારિત્રનો
દોષ લાગશે, શ્રદ્ધાનો દોષ નહિ લાગે. જ્યારે જેની દ્રષ્ટિ જ વિપરીત છે એવા ભલે
સાધુ હોય પણ તેના સંગથી સમકિતીની શ્રદ્ધા પણ વિપરીત થઈ જાય તો શ્રદ્ધાનો
મોટો દોષ લાગે છે. મૂલાચારમાં