Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 182 of 238
PDF/HTML Page 193 of 249

 

background image
૧૮૨] [હું
સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની પોતાના સ્વભાવમાં એટલાં દ્રઢ છે કે ગમે તેટલાં પરિષહો
આવે, આખી દુનિયા ફરી જાય તોપણ જ્ઞાની પોતાની દ્રષ્ટિ અને સ્થિરતાથી ડગતા
નથી.
જ્ઞાની પણ શાસ્ત્ર વાંચે, વિચારે, ઉપદેશ આપે, ઉપયોગ ન ટકે તો
વ્યવહારનયના વિચાર પણ કરે પણ ભાવના એક જ હોય કે હું કેમ શીઘ્ર સ્વાનુભવમાં
પહોંચી જાઉં. જ્ઞાનીને પણ જેટલો રાગ હોય છે તેટલો બંધ પણ હોય છે. જેટલો
અબુદ્ધિપૂર્વકનો રાગ છે તેટલો બંધ અનુભવકાળે પણ થાય છે. પ્રથમ અનુભવ થતાં જ
પૂર્ણ સ્થિરતા થતી નથી તેથી જેટલી અસ્થિરતા છે તેટલો જ્ઞાનીને પણ બંધ તો થાય
છે. જ્ઞાનીને અબંધ કહ્યા છે એ તો દ્રવ્યદ્રષ્ટિથી કહ્યા છે પણ પર્યાયમાં રાગ બાકી છે
પણ પર્યાયમાં રાગ બાકી છે તેટલો બંધ તો દશમા ગુણસ્થાન સુધી હોય છે માટે
જ્ઞાનીને પણ શ્રીગુરુ કહે છે કે તને શુભરાગ ભલે હો પણ ભાવના તો હું અંતરમાં કેમ
સ્થિર થાઉં એ જ રાખવી, તે જ મોક્ષનો ઉપાય છે.
* જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી
કારીગર દ્વારા રચવામાં આવ્યું છે, જેના સાંધા અને બંધનો
નિંદ્ય છે, જેની સ્થિતિ વિનાશ સહિત છે અર્થાત્ જે વિનશ્વર
છે, જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી પરિપૂર્ણ
છે, અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક
ચિંતા), રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય
તો એમાં કોઈ આશ્ચર્ય નથી. પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં
છે કે વિદ્વાન મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા શોધે છે. પ૮
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ)