૧૮૬] [હું
સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પુણ્ય પણ વધતાં જાય છે અને સમ્યગ્દ્રષ્ટિનો
પુરુષાર્થ પણ વધતો જાય છે.
સમ્યગ્દ્રષ્ટિ સદા વિજયવંત હોય છે. સમ્યગ્દ્રષ્ટિ કહે છે કે અમારો જ વિજય છે,
અમે કદી પાછા પડીએ તેમ નથી. રાગ અને કર્મ અમને હરાવી શકે તેમ નથી.
સમ્યગ્દ્રષ્ટિની ભાવના એવી જોરદાર હોય છે કે પુરુષાર્થ કરીને ક્યારે ચારિત્ર પ્રગટ કરું
અને કેવળજ્ઞાન લઉં? તેને એવી શંકા ન હોય કે કર્મ મને હેરાન કરશે તો! ભવ હશે
તો! એવી શંકા ન હોય.
જેણે પોતાના આત્માને મુખ્ય કર્યો છે તેવા સમ્યગ્દ્રષ્ટિ બહારમાં પણ બધામાં
મુખ્ય ગણાય છે. જેમ હીરા કોથળામાં ન રખાય, મખમલની ડબીમાં જ હીરા રખાય.
તેમ સમ્યગ્દ્રષ્ટિ પુણ્યવંત માતા-પિતાને ત્યાં જ જન્મ લે. હલકા ઘરે ન જન્મે.
સમ્યક્ત્વની ભૂમિકામાં જે પુણ્ય બંધાય છે તેવું પુણ્ય મિથ્યાત્વ ભૂમિકામાં અનંતકાળમાં
ક્યારેય બંધાતું નથી. સમ્યગ્દ્રષ્ટિના પુણ્યની જાત જ જુદી હોય.
હવે યોગીન્દુ મુનિરાજ કહે છે કે સર્વ વ્યવહારને છોડીને સ્વરૂપમાં રમણ કર!
જેને સ્વભાવમાં એકતા થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ, દ્રષ્ટિ અપેક્ષાએ રાગથી મુક્ત જ
છે. જ્ઞાનીને દ્રષ્ટિમાં કે દ્રષ્ટિના વિષયમાં ક્યાંય વ્યવહાર નથી. વ્યવહાર છે ખરો પણ
જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર છે.
પ્રભુ-આત્મામાં ત્રણકાળના સમય કરતાં અનંતગુણા ગુણો છે તેમાં સમ્યગ્દ્રષ્ટિ
રમણ કરે છે અને શીઘ્ર સંસારથી પાર થઈ જાય છે.
લોકો ચોપડામાં લખે છે કે ‘લાભ સવાયા’ એ તો ધૂળના લાભની વાત છે.
સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના અનંતગુણોની શુદ્ધિમાં વૃદ્ધિ થાય તેમાં પોતાને લાભ માને છે.
એ લાભ સવાયો નહિ પણ અનંતગુણો છે.
હું વસ્તુએ સર્વ શુદ્ધ-પરિપૂર્ણ શુદ્ધ છું. દ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે તેથી દ્રષ્ટિ પૂર્ણનો
જ સ્વીકાર કરે છે. બનારસીદાસ લખે છે કે ‘સિદ્ધ સમાન સદા પદ મેરો.’
વ્યવહારદ્રષ્ટિમાં કર્મનો સંયોગ છે પણ તે તો ત્યાગવા યોગ્ય છે.
જ્ઞાની સંસારમાં એક ક્ષણ પણ રહેવા માગતા નથી. એક ચૈતન્ય જ શરણરૂપ છે
બાકી સંસારમાં કોઈ શરણરૂપ નથી. કેટલાક વર્ષો પહેલાં એક બનાવ બન્યો હતો.
પ૦૦-૬૦૦ માણસોનો કાફલો જંગલમાં થઈને નીકળ્યો હતો, ત્યાં જંગલમાં બે જુવાન,
છોકરાને કોલેરા થઈ ગયો, ચાલવાની શક્તિ નહિ, તેને કોણ ઊંચકે? સગા મા-બાપ
બેયને એકલા જંગલમાં છોડીને બધાં સાથે ચાલ્યા ગયા! કોણ શરણ છે?
સમ્યગ્દ્રષ્ટિને સકલ ચારિત્ર નથી પણ ચારિત્રની પ્રતીતિ બરાબર થઈ ગઈ છે કે
સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર છે અને ચારિત્ર વિના મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી.
સમ્યગ્દ્રષ્ટિ બધો વ્યવહાર છોડી સ્વરૂપનું ધ્યાન કરે છે, અનુભવ કરે છે અને તેમાં જ સ્થિર