દશામાં જીવની રુચિ પુણ્ય-પાપ આદિમાં છે તેથી આનંદગુણનું પરિણમન દુઃખરૂપે થાય
છે. કોઈપણ ગુણની પર્યાય એક સમય પણ ન હોય એમ ત્રણકાળમાં કદી બનતું નથી.
માટે આનંદગુણની પર્યાય તો દરેક સમયે હોય છે પણ તે અજ્ઞાનદશામાં દુઃખરૂપે છે
અને સ્વભાવની શ્રદ્ધા થતાં આનંદગુણની પર્યાય પણ મુખ્યપણે આનંદ- રૂપે પરિણમે
છે, ગૌણપણે સાધકને દુઃખ છે પણ તે વાત અહીં ગૌણ છે.
કે સમ્યગ્દર્શન આખા-પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ કરે છે તેથી દ્રવ્યમાં રહેલાં અનંત ગુણોનું
પરિણમન પણ અંશે નિર્મળ થઈ જાય છે.
અજર-અમર છે તો તેના ગુણ પણ અજર-અમર છે અને ગુણ અજર-અમર છે તો
દ્રવ્ય અજર-અમર છે.
સેકંડના અસંખ્યાતમાં ભાગમાં અનંતગુણોની અંશે વ્યક્ત પર્યાય પ્રગટ થઈ જાય.
અને શરીર તથા કર્મ તો તદ્ન ભિન્ન અજીવતત્ત્વ છે. આસ્રવ પણ અનિત્ય તાદાત્મ્યની
અપેક્ષાથી આત્મા સાથે એકરૂપ દેખાય છે પણ નિત્ય તાદાત્મ્યભાવની અપેક્ષાએ તો તે
પર્યાય પણ સંયોગીક છે-પરદ્રવ્ય છે. કર્તાકર્મ-અધિકારની ૬૯-૭૦ ગાથામાં પણ આ
વાત લીધી છે. કેમ કે એ આત્માનું સ્વરૂપ નથી.
સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો પાણી શુદ્ધ જ દેખાય છે. મેલપ છે એ તો માટીનો ભાગ
છે, પાણીનો નહિ. તેમ વર્તમાનમાં આત્મા શુભાશુભ ભાવો સહિત છે તેને
ભેદવિજ્ઞાનની શક્તિથી શરીર, કર્મ અને શુભાશુભ-રાગાદિથી રહિત જોઈ શકાય છે.
જ્ઞાયકભાવ ઉપાદેય છે. શરીરાદિ પરદ્રવ્ય તો જ્ઞેય છે અને રાગાદિ આત્માની અવસ્થામાં
હોવા છતાં દુઃખરૂપ ભાવ છે માટે હેય છે, આશ્રય કરવા લાયક નથી. એ જ્ઞેય અને હેય
ભાવોથી રહિત નિર્મળ શુદ્ધાત્મા ઉપાદેય છે.