૧૯૬] [હું
વિકારને જ દેખે છે. નિજસ્વભાવથી વિરૂદ્ધ ક્ષણિક વિકૃત અવસ્થાને દેખે છે તે જ
દ્રષ્ટિમાં રાગાદિ રહિત ભગવાનને જુએ તો ભગવાન શુદ્ધ જ દેખાય છે. ભગવાન ક્યાં
અજાણ્યો છે? ક્યાં જ્ઞાન વિનાનો છે તો તેને બીજા દ્વારા જણાય? પોતે જ પોતાને
જાણી શકે છે-દેખી શકે છે.
દ્રવ્ય તો રાગ સાથે એકત્વ પામતું નથી પણ દ્રવ્યની દ્રષ્ટિ થતાં દ્રષ્ટિ પણ રાગ
સાથે એકત્વ કરતી નથી. દ્રષ્ટિ શુદ્ધ સંવર-નિર્જરારૂપ થઈ તે આસ્રવ-બંધરૂપે કદી ન
થાય. આ શ્રદ્ધા અને જ્ઞાનના બળથી સમ્યગ્દ્રષ્ટિ સ્વભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે
છે અને એ સ્થિરતા થવી તે જ સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે. બાકી વર્ષીતપ આદિ
ક્રિયા મોક્ષમાર્ગ નથી.
સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવકાળે ધર્મીને ઘણી ઘણી નિર્જરા થાય છે. લોકો કહે
છે કે શાસ્ત્રના સ્વાધ્યાયમાં નિર્જરા થાય છે પણ ભાઈ! પરાશ્રયે નિર્જરા ક્યાંથી થાય?
નિર્જરા તો સ્વરૂપમાં સ્થિરતા કરવાથી જ થાય.
શ્રોતાઃ- અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે હું મારી પરિણતિની વિશુદ્ધતા માટે આ
ટીકા રચું છું. તો અહીં ટીકા લખવાથી નિર્જરાની વાત તો આવી?
પૂજ્ય ગુરુદેવઃ- અરે ભાઈ! તેનો અર્થ સમજવો જોઈએ. નિર્જરા તો સ્વરૂપ-
સ્થિરતાથી જ થાય છે. ટીકા લખવાના વિકલ્પથી ભિન્ન આચાર્યનું ઘોલન અંદરમાં
ચાલી રહ્યું છે તેનાથી નિર્જરા થાય છે.
ચોથા ગુણસ્થાનથી સ્વરૂપાચરણ ચારિત્ર શરૂ થઈ જાય છે. ન્યાયથી જ વાત છે.
શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ થતાં અંશે સ્થિરતા થાય છે. સમ્યગ્દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો નાશ
અને સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે તેમ અનંતાનુબંધીનો નાશ થાય છે અને
સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે.
જેમ અબજોપતિની દુકાને મુનિમ પણ બુદ્ધિશાળી, મોટો પગારદાર હોય, ઘાંચી
જેવો ન હોય. તેમ આ તો સર્વજ્ઞની પેઢી! ધર્મના મૂળ ધણી એવા સર્વજ્ઞની દુકાને
બેસનારે બહુ જવાબદારી સમજવી જોઈએ. આડી-અવળી ન્યાય વગરની વાત અહીં ન
ચાલે. પ્રભુનો વીતરાગમાર્ગ-ન્યાયમાર્ગ છે.
કોઈ એમ માને છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય. તો ભાઈ!
સમ્યક્ત્વ થતાં અનંતગુણના અંશ પ્રગટ થાય છે, તેમાં અનંતાનુબંધી કષાયનો નાશ
થતાં શું પ્રગટ થયું? અંશે અકષાયભાવ પ્રગટ થાય છે તે જ સ્વરૂપાચરણ ચારિત્ર છે.
વસ્તુસ્થિતિ જ આમ છે ત્યાં વાદવિવાદનો અવકાશ જ નથી.
આહાહા...અનંતકાળમાં માંડ આવો અવસર મળ્યો છે. નિગોદથી નીકળી
પંચેન્દ્રિય થવું જ દુર્લભ છે ત્યાં મનુષ્યપણું મળવું અને યથાર્થ વાત કાને પડવી અને
તેની રુચિ થવી એ તો મહા...મહા...મહાદુર્લભ છે.
ચોથા ગુણસ્થાનની વાત આગળ થઈ ગઈ. હવે પાંચમા ગુણસ્થાનની વાત કરે છે
કે અહીં સ્વરૂપમાં સ્થિરતાની વૃદ્ધિ થાય છે અને અપ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે.
ભગવાન અક્રિય શુદ્ધબિંબ તે નિશ્ચય છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની
પર્યાય થાય છે તે ભેદરૂપ છે માટે તેને અહીં વ્યવહાર કહી છે. મોક્ષમાર્ગની પર્યાયના
આશ્રયે મોક્ષમાર્ગ