Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 197 of 238
PDF/HTML Page 208 of 249

 

background image
પરમાત્મા] [૧૯૭
થતો નથી. નિશ્ચય શુદ્ધબિંબ દ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ થાય છે માટે શુદ્ધપર્યાયને
વ્યવહાર કહી છે.
પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પણ શાંતિ વધી જાય
છે. જ્ઞાન વિશેષ નથી પણ સ્થિરતા વધી ગઈ છે તેથી શાંતિ વિશેષ છે. જેને (-
આત્માને) દ્રષ્ટિમાં પકડયો અને તેમાં આગળ વધ્યો તેને હવે શું બાકી રહે? શ્રાવકને
પડિમા હોય છે એ તો વ્યવહાર છે પણ અંદરમાં સ્થિરતાના અંશો વધે છે એ ખરેખર
પડિમા છે. આગળ વધતાં છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં સ્થિરતા વિશેષ વધી જાય છે અને
પ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં છઠ્ઠાથી પણ વિશેષ
સ્થિરતા વધી જાય છે-એમ વધતાં-વધતાં બારમા ગુણસ્થાનમાં વીતરાગતા થતાં
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થઈ જાય છે.
ભાઈ! આ તત્ત્વ તો ધીરજથી સમજાય તેમ છે પક્ષથી કે આગ્રહથી આ વાત ન
સમજાય. એક આત્માની લગની લાગી હોય તેને જ આ સમજાય. ઇષ્ટોપદેશમાં કહ્યું છે કે
‘તું એક આત્મા સંબંધી જ પ્રશ્ન પૂછ! તેનો જ ઉત્તર માંગ. માત્ર જાણવાના વિષયમાં
આગળ વધીને શું કરીશ? આત્માને તો પહેલાં સમજી લે!’ મોક્ષના પ્રેમીનું એ કર્તવ્ય છે
કે આત્મા સંબંધી જ પ્રશ્ન કરે. આત્માની સમજણ વગર ધ્યાન પણ વ્યર્થ છે.
હવે ૯૨ મી ગાથામાં મુનિરાજ યોગસારની વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે જે
આત્મામાં લીન છે તે જીવ કર્મોથી બંધાતો નથી.
जइ सलिलेण ण लिप्पियइ कमलणि–पत्त कया वि ।
तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्प–सहावि ।। ९२।।
પંકજ જ્યમ પાણી થકી, કદાપિ નહિ લેપાય;
લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મસ્વભાવ.
૯૨.
ગાથામાં એક શરત મૂકી દીધી છે કે જો તું એક આત્માની પ્રીતિ કર, રતિ કર,
રુચિ કર તો તું અવશ્ય કર્મોથી છૂટીશ અને નિર્વાણ પામીશ. સમયસારમાં નિર્જરા
અધિકારની ૨૦૬ ગાથામાં લીધું છે કે “તું આત્માની પ્રીતિ કર, આત્મામાં સંતુષ્ટ થા,
તેમાં જ તૃપ્તિ પામ, તને ઉત્તમ સુખ થશે.”
લોકો વ્રત, ભક્તિ પૂજા, સિદ્ધગીરીના દર્શન વગેરેથી લાભ માને છે અને
આત્માની વાતથી ભડકે છે. પણ ભાઈ! સિદ્ધગીરી તું પોતે જ છો, તું તારા દર્શન કર
ને! તારો ભગવાન અનંતી સિદ્ધ પર્યાયને અંતરમાં રાખીને બેઠો છે એ સિદ્ધગીરી ઉપર
ચડ તો તારી જાત્રા સફળ થશે. શત્રુનો જય કરનારો શત્રુંજય પણ તારો ભગવાન
આત્મા છે તેની યાત્રા કર! અશુભથી બચવા શુભભાવ આવે. ન આવે એમ નથી પણ
અંતરમાં નક્કી નિર્ણય રાખજે કે સ્વાશ્રય વિના કદી મુક્તિ નથી, કલ્યાણ નથી.
ગાથામાં દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ કમલિનીનું પત્ર કદાપિ પાણીથી લેપાતું નથી. તેમ
જે આત્મસ્વભાવમાં લીન છે તે કર્મોથી લેપાતો નથી. આત્મામાં લીન એવો ભવ્યજીવ