Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 198 of 238
PDF/HTML Page 209 of 249

 

background image
૧૯૮] [હું
મોક્ષમાર્ગી છે, તેણે જ રત્નત્રયની એકતા ધારણ કરી છે. એ ભવ્યજીવ વીતરાગ-
સ્વભાવમાં લીન હોય છે અને રાગ-દ્વેષથી ભિન્ન હોય છે, તેથી કર્મોથી બંધાતા નથી.
વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા અને તેમાંથી ઉત્પન્ન થયેલો વીતરાગભાવ
બંધનો નાશ કરનાર છે. સમ્યગ્દર્શન પણ અંશે વીતરાગભાવ છે. તેથી જ સમ્યગ્દ્રષ્ટિને
૪૧ પ્રકૃતિનો બંધ થતો નથી. સમ્યગ્દ્રષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ જે કર્મોથી તે
બંધાતો નથી તે જ કર્મોથી પરદ્રવ્યની અહંબુદ્ધિ કરનારો અજ્ઞાની બંધાય છે. અનંત
સંસારને વધારનારા ચીકણાં કર્મોથી બંધાય છે, જ્ઞાની બંધાતા નથી.
અહીં સમયસારના છેલ્લાં કળશનો આધાર આપ્યો છે. ધર્મીની દ્રષ્ટિ અને
દ્રષ્ટિના વિષયમાં રાગ-દ્વેષ-મોહ નથી તેથી કહ્યું છે કે ધર્મીને રાગ-દ્વેષ-મોહ હોતાં જ
નથી. તેથી ધર્મીને કર્મોનો બંધ થતો નથી અને સ્વભાવમાં રમણતાને લીધે વીતરાગતા
વધતી જાય છે અને અસ્થિરતાનો જે રાગ છે તે ઘટતો જાય છે.
આમ, સાર એ કહ્યો કે અબંધસ્વભાવના દ્રષ્ટિવંત ધર્મીને બંધ હોતો નથી.
* જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર
નિવાસ કરે છે અને પછી સવાર થતાં તેઓ સહસા
સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ
રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી
મૃત્યુ પામીને અન્ય કુળોનો આશ્રય કરે છે. તેથી
વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી.
(શ્રી પદ્મનંદી-પંચવિંશતિ)