પરમાત્મા] [૧૯૯
[પ્રવચન નં. ૩૮]
અતીન્દ્રિય સુખનો સાગરઃ નિજ–પરમાત્મા
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૯-૭-૬૬]
આ શ્રી યોગસાર નામનું શાસ્ત્ર છે. તેની ૯૩ મી ગાથા ચાલે છે.
શ્રી યોગીન્દુ મુનિરાજ કહે છે કે શમસુખભોગી જ નિર્વાણનું પાત્ર છે.
जो सम–सुक्ख–णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ ।
कम्मक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।।
શમ-સુખમાં લીન જે કરે, ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે શિવવાસ. ૯૩.
આ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે અને શરીર, કર્મ અને પુણ્ય-પાપ
આદિ વિકારથી રહિત છે. આવા આત્માનું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે ધર્મી છે. હિંસા,
જૂઠું, ચોરી આદિના ભાવ તે પાપ છે અને દયા-દાન આદિના ભાવ તે પુણ્યભાવ છે,
તેનાથી પણ રહિત અંદર શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા બિરાજે
છે તેની અંદરમાં રુચિ થવી અને તેનો અનુભવ કરવો તે ધર્મ છે.
ઝીણી વાત છે ભાઈ! કેટલાકે તો આવી વાત ક્યારેય સાંભળી પણ ન હોય.
જેવો સિદ્ધમાં આનંદ છે એવો આ આત્માના અંતરસ્વરૂપમાં આનંદ છે. અનાદિથી
મિથ્યાદ્રષ્ટિ જીવ આવા આનંદસ્વરૂપને ભૂલીને શુભાશુભ વિકાર જ મારું સ્વરૂપ છે અને
પરદ્રવ્યમાં મારું સુખ છે એવી મિથ્યા માન્યતા સેવી રહ્યો છે, તેને સર્વજ્ઞ પરમેશ્વર
કેવળજ્ઞાની ભગવાન કહે છે કે ભાઈ! પરદ્રવ્ય તારી ચીજ નથી અને પુણ્ય-પાપ એ
પણ વિકાર છે, કૃત્રિમ ઉપાધિ-મેલ છે. તે તારી ચીજમાં નથી. તું તો અતીન્દ્રિય સુખનો
સાગર છે.
અનંતકાળમાં અજ્ઞાની જીવ ત્યાગી થયો, ભોગી થયો, રાજા થયો, રંક થયો,
રોગી થયો, નિરોગી થયો, અનંતા ભવભ્રમણ કર્યા પણ કોઈ દિવસ આત્મા શું છે અને
આત્મામાં શું છે તેનો વિચાર ન કર્યો.
પરમેશ્વર વીતરાગદેવે ફરમાન કર્યું છે કે ભાઈ! અમને જે શમ-સુખસ્વરૂપ
વીતરાગી આનંદ પ્રગટયો છે તે અતીન્દ્રિય આનંદ તારી વસ્તુમાં પણ પડયો છે. આત્મા
ધર્મી છે અને અતીન્દ્રિય જ્ઞાન આનંદ આદિ તેના ધર્મો છે, પણ આ જીવે અનંતકાળમાં
એક સેકંડ પણ પોતાના ધર્મોની રુચિ કરી નથી અને પુણ્ય-પાપની રુચિ છોડી નથી.
જેણે એકવાર પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો-આનંદના વેદનપૂર્વક
ધર્મની જેણે શરૂઆતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે જીવ જ્ઞાની અને ધર્મી છે, આવા
ધર્મી ભલે