૨૦૦] [હું
છખંડના રાજા ચક્રવર્તી હો કે સ્વર્ગના ઇન્દ્ર હો પણ તેઓ સ્વભાવ સિવાય બહારમાં
ક્યાંય સુખ માનતા નથી. આવા જ્ઞાની શમ-સુખમાં લીન થઈને વારંવાર આત્માનો
અનુભવ કરે છે.
પુણ્ય-પાપભાવની રુચિ છોડીને જે અંતરના શ્રદ્ધા જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનો
સ્વાદ લે છે તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય તોપણ ધર્મી છે.
“કેવલીપણંતો ધમ્મો શરણં” એવા ગડિયા તો લોકો સવાર સાંજ બોલી જાય છે
ને! એ કેવળીભગવાન સર્વજ્ઞદેવ સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં આ વાત કહે છે કે ભાઈ!
તેં અનંત કાળથી પરિભ્રમણ કર્યું તેનું એક જ કારણ છે કે તને અતીન્દ્રિય
આનંદસ્વભાવની અરુચિ અને પુણ્ય-પાપભાવની રુચિ પડી છે.
જે સિદ્ધભગવાન થયા એ ક્યાંથી થયા? એ નિર્દોષ દશા લાગ્યા ક્યાંથી? શું એ
બહારથી આવે છે? અરે! સ્વભાવમાં છે તે પ્રગટ થાય છે, બહારથી કાંઈ આવતું નથી.
લીંડીપીપરનો દાખલો આપીએ છીએ કે લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ અને લીલો
રંગ અંદરમાં છે તે ઘૂંટવાથી પ્રગટ થાય છે, કાંઈ પથ્થરમાંથી તે તીખાશ અને રંગ
આવતા નથી, જો એમ હોય તો તો કાંકરા ઘસવાથી પણ તીખાશ આવવી જોઈએ, પણ
એમ નથી. પ્રાપ્તની પ્રાપ્તિ છે, પીપરમાં શક્તિ છે તે બહાર આવે છે. કુવામાં પાણી છે
તો અવેડામાં આવે છે, તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદ અને સર્વજ્ઞપદ પડયું છે તે
તેમાં લીન થતાં પ્રગટ થાય છે. વીતરાગી વકીલ એવા સર્વજ્ઞદેવની એક એક વાત
ન્યાયથી ભરેલી છે.
લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ ભરી છે તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદ
ભર્યો પડયો છે એવી ધર્મીને ભરોંસો આવી ગયો છે તેથી તેને સ્ત્રી, કુટુંબ, રાજપાટમાં
કે પુણ્ય-પાપમાં ક્યાંય આનંદ દેખાતો નથી, ક્યાંય સુખ લાગતું નથી.
લોકોને એમ લાગે કે કોણ જાણે આ તે પણ વાત શું વાત કરે છે? પણ પ્રભુ!
તું અરૂપી પણ અતીન્દ્રિય આનંદનું દળ છો જેમ એક ઠંડી બરફની સાડાત્રણ હાથની
શીલા હોય તો તેમાં જેમ ચારે બાજુ ઉપર-નીચે, મધ્યમાં બધે ઠંડુ...ઠંડુ...ઠંડું જ ભર્યુ છે,
તેમ આ આત્મા દેહવ્યાપક પણ દેહથી ભિન્ન અતીન્દ્રિય આનંદની શીલા છે, પણ
જીવોને બરફની શીલાનો વિશ્વાસ આવે છે પણ પોતાની અતીન્દ્રિય આનંદની પાટનો
વિશ્વાસ આવતો નથી; આવા આત્માનો જ્યાં સુધી વિશ્વાસ ન આવે, અંતરજ્ઞાન અને
અનુભવ ન થાય ત્યાં સુધી તેને ધર્મની ગંધ પણ આવી નથી.
એક એક ગાથામાં મહાસિદ્ધાંત-મહામંત્ર ભર્યા છે. “શમ-સુખમાં લીન જે રહે”
એટલે પુણ્ય-પાપ ભાવ છે તે વિષમ છે, દુઃખરૂપ છે, તેનાથી વિરુદ્ધ સુખરૂપ એવા
શમસુખમાં જે લીન થાય છે-અતીન્દ્રિય આનંદમાં રુચિ જમાવે છે અને વારંવાર તેનો
અભ્યાસ કરે છે તેને સંવર-નિર્જરા થાય છે.
હાથમાં પુસ્તક છે ને! જે વંચાય તેની મેળવણી કરતી જવી જોઈએ. નામાની
ચોપડી એકબીજા મેળવે છે ને! તેમ અહીં પણ પુસ્તક પાસે જોઈએ.
માખી જેવા પ્રાણીને પણ ફટકડી ફીકી લાગે છે અને સાકર મીઠી લાગે છે તો સાકર