૨૦૨] [હું
કાંઈ ફેર નથી. જેને આત્માની દ્રષ્ટિ અને અનુભવ નથી તેને માણસનું શરીર હો કે
નિગોદનું શરીર હો તેમાં કાંઈ ફેર નથી. કેમ કે એકેયમાં તેના આત્માને લાભ નથી.
‘શમ-સુખ’ એક શબ્દમાં પણ મુનિરાજે કેટલાં ભાવ ભર્યા છે! શમ-સુખમાં
લીન એવો ચક્રવર્તી હોય તે જાણે છે કે આ બહારના સ્વાદ તે મારા નહિ રે નહિ.
મારા સ્વાદ તો અંદરમાં છે. જરી રાગ છે તેથી છ ખંડના રાજમાં પડયા છે, પણ
સ્વભાવના આનંદને એ ભૂલતા નથી. જેમ નટ દોરી ઉપર નાચતો હોય પણ તે ભૂલે
નહિ કે મારા પગ દોરી ઉપર છે, ભૂલે તો પડી જાય. તેમ ચક્રવર્તીને સુંદર રૂપવાળી
૯૬૦૦૦ તો રાણીઓ છે, ઇન્દ્ર તો જેનો મિત્ર છે, હીરા-માણેકના સિંહાસન છે,
વૈભવનો પાર નથી પણ તેમાં ફસાઈને એ સ્વભાવના આનંદને ભૂલતા નથી. તેની
રુચિ તો સ્વભાવમાં જ પડી છે, તેનું જ નામ સમ્યગ્દ્રષ્ટિ છે.
લોકો કહે છે કે જેમ પરીષહ વધારે સહન કરે તેમ વધારે લાભ. અરે! પરીષહ
સહન કરવા એ તો દુઃખ છે તેમાં લાભ કેવો? જ્ઞાનીને સ્વભાવના ઉલ્લસિત વીર્ય અને
અતીન્દ્રિય આનંદ આગળ બહાર લાખ પ્રતિકૂળતા હોય તોપણ તેને જ્ઞેય તરીકે જાણે
છે. બહારમાં મને કોઈ પ્રતિકૂળ નથી તેમ કોઈ અનુકૂળ પણ નથી. મને તો મારા
વિકારી ભાવ પ્રતિકૂળ છે, અનિષ્ટ છે અને દુઃખરૂપ છે અને મારો સ્વભાવ મને
અનુકૂળ છે તેમ જ્ઞાની જાણે છે. માટે દુઃખ સહન કરવું તે મોક્ષનો ઉપાય નથી પણ
ચંદનની શીતળ શિલા જેવા અતીન્દ્રિય સ્વભાવની શાંતિ અને સુખનું વેદન કરવું તે
મોક્ષનો ઉપાય છે.
જેમ દરિયામાં કાંઠે ભરતી આવે છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો મોટો
દરિયો છે તેની દ્રષ્ટિ અને એકાગ્રતા કરતાં વર્તમાન પર્યાયમાં આનંદની ભરતી આવે
છે. તે મોક્ષનો ઉપાય-મોક્ષમાર્ગ-શમસુખ છે.
ભાઈ! તારા મારગડાં જુદાં છે બાપા! દુનિયા બીજાને માને તેથી કાંઈ એ
વીતરાગનો માર્ગ ન થઈ જાય. વીતરાગનો માર્ગ તો શમ-સુખરૂપ છે. પુણ્ય-પાપ ભાવ
તે વીતરાગમાર્ગ નથી. પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આવે તે વીતરાગમાર્ગ છે.
સમ્યગ્દ્રષ્ટિ આત્માના આનંદ આગળ ભોગની વાસનાને કાળા નાગ જેવી
દુઃખરૂપ સમજે છે. હજુ સ્થિરતા નથી તેથી રાગ આવે છે પણ તેમાં એને પ્રેમ અને
રુચિ નથી, ૩૨ લાખ વિમાનનો લાડો સમકિતી ઇન્દ્ર બહારમાં ક્યાંય આનંદ માનતો
નથી. આનંદ તો અંદરમાં છે એમ એ માને છે. લોકોને લાગે કે આ હજારો
અપ્સરાઓનો ભોગ લે છે પણ તેને અંદરથી દુઃખ લાગે છે, ઉપસર્ગ લાગે છે, રાગ
ટળતો નથી, સ્વરૂપ-સ્થિરતાની કચાશ છે તેથી રાગ આવે છે પણ એ રોગ લાગે છે-
ઉપસર્ગ લાગે છે, જ્યારે એ જ ભોગમાં મિથ્યાદ્રષ્ટિને મીઠાસ વેદાય છે. સમ્યગ્દ્રષ્ટિ અને
મિથ્યાદ્રષ્ટિમાં આટલો ફેર છે.
સોનાની લગડી ઉપર જુદી જુદી જાતના ચીતરેલાં કપડાં વીંટયા હોય પણ લગડી
કોઈ દિવસ એ ચિતરામણરૂપે કે કપડાં રૂપે થતી નથી, તેમ ભગવાન સોનાની લગડી
છે તેની ઉપર કોઈને સ્ત્રીના, કોઈને પુરુષના, કોઈને હાથીના કે કોઈને કંથવાના
શરીરરૂપ કપડાં