Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 203 of 238
PDF/HTML Page 214 of 249

 

background image
પરમાત્મા] [૨૦૩
વીંટયા છે પણ વસ્તુ ભગવાન ચિદાનંદ આનંદકંદ સદાય તેનાથી ભિન્ન તત્ત્વ છે તે
કદી જાતજાતના શરીરરૂપે થતો નથી.
ભાઈ! તું કોણ? તારી દશા કોણ? તું એટલે અતીન્દ્રિય આનંદનો પિંડ, શરીર,
વાણી, મને એ તું નહિ હો ભાઈ! વિકાર પણ તું નહિ. આનંદ અને શાંતિના જીવનથી
ભરેલો તે તું જીવ છો પણ જેમ હરણાની નાભીમાં કસ્તૂરી છે પણ તેની તેને કિંમત નથી,
તેમ તું પોતે ભગવાન આત્મા, તારામાં સર્વજ્ઞપદ પડયું છે પણ તેની તને કિંમત નથી.
ભાઈ! તું વિચાર તો કર કે અનંતા સર્વજ્ઞ થયાં તે સર્વજ્ઞપદ લાવ્યા ક્યાંથી?
પીપરમાં તીખાશ આવી ક્યાંથી? પથ્થરમાંથી આવી કે હતી તેમાંથી પ્રગટ થઈ? પણ
માળાને પોતાનો ભરોસો આવતો નથી. બીડી વગર ચાલે નહિ, દાળ શાક આદિ રસોઈ
સારી ન થાય તો ન ચાલે અને જો સારી હોય, દૂધપાક પૂરી હોય તો તો હરખાઈ જાય
પણ ભાઈ! એ તો છ કલાકે વિષ્ટા થઈ જનારી વસ્તુ છે અને શરીર તેને વિષ્ટા
બનાવનારો સંચો છે માટે એ બધું માટી ધૂળ છે તેમાં ક્યાંય તારું સુખ નથી ભાઈ!
જેમ સાકર ખાતાં મીઠાશ લાગે, લીમડો ખાતાં કડવો લાગે, મીઠું ખાતાં ખારું
લાગે તેમ ભગવાન આત્માનો અનુભવ કરતાં આનંદ આવે. આત્મામાં રમણતાં કરતાં
અતીન્દ્રિય આનંદ આવે તે આત્મધર્મ છે.
શ્રોતાઃ- આત્માને ઓળખવા માટે આટલું બધું સમજવું પડે?
પૂજ્ય ગુરુદેવઃ- ધંધામાં કેટલી માથાકૂટ કરે છે! વ્યાજ તો કાઢે પણ ચક્રવર્તી
વ્યાજ પણ કાઢે! તેમ આમાં પણ જેમ છે તેમ સમજવું તો પડે ને! આત્મા ગળ્‌યો
થઈને સાકરનો સ્વાદ લેતો નથી. ખારો થઈને મીઠાંનો સ્વાદ લેતો નથી. ભિન્ન રહીને
જ્ઞાન કરે છે અને પોતાના સ્વભાવમાં તો અભેદ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ લે
છે. આ બધું એણે સમજવું પડશે.