૨૧૦] [હું
ભગવાન સર્વજ્ઞદેવે દરેક આત્માને જ્ઞાન અને આનંદસ્વરૂપ જોયો છે. ભગવાને
આત્માને રાગવાળો, કર્મવાળો કે શરીર આદિવાળો જોયો નથી. આવો આત્મા જે
સ્વાનુભવથી જાણે તેણે ખરેખર આત્મા જાણ્યો કહેવાય.
આત્મા પોતાના સ્વભાવ સિવાય જગતના નાનામાં નાના પુદ્ગલો એટલે
પરમાણુ અને સ્કંધને પોતાના કરવા માગે તો અનંત પુરુષાર્થથી પણ થઈ શકે તેમ
નથી. તેમ પુણ્ય-પાપને પણ પોતાના કરવા માગે તોપણ અનંત પુરુષાર્થ કરે છતાં
પોતાના થઈ શક્તા નથી.
જેને પોતાનું હિત કરવું હોય તેણે આ બધું સમજવું પડશે. તેને માટે ભલે સમય
લાગે પણ સમજ્યા વગર છૂટકો નથી. સમજીને પહેલાં તો નિર્ણય કરે પછી અનુભવ થાય.
તીર્થંકર ભગવાનની ઈચ્છા વિના જે દિવ્યધ્વનિ છૂટે છે તેમાંથી ગણધરદેવ
સૂત્રરૂપે તેની રચના કરે છે તેનું નામ આગમ છે. આ આગમમાં એમ કહ્યું છે કે
ભાઈ! તું તારા સ્વભાવમાં રાગ અને કર્મને એક કરવા માગીશ તો તે એક થઈ શકશે
નહિ. શરીરાદિ પરદ્રવ્ય તો આત્મા સાથે એક સમય પણ તન્મય થઈ શકતા નથી.
વિકારી ભાવ એક સમયની પર્યાયમાં તન્મય છે પણ તેને ત્રિકાળી સ્વભાવ સાથે
એકમેક-તન્મય કરવા માગે તો થઈ શકતા નથી. આત્મા તો ત્રિકાળી જ્ઞાન-આનંદમાં
તન્મય છે તેની વર્તમાન દ્રષ્ટિ કરીને તેમાં તન્મય થવું તે જીવનનું કાર્ય છે. જીવ પોતે
પોતાને પ્રત્યક્ષ કરી શકે એવો તેનામાં ગુણ છે. પણ આજ સુધી ક્યારેય જીવે પોતાના
સ્વભાવને જોવાનો પ્રયત્ન કર્યો નથી. સ્વરૂપનું મંથન કર્યું નથી. બહારમાં ને બહારમાં
પોતે આખો પરમેશ્વર ખોવાઈ ગયો છે.
આત્મામાં એક ‘પ્રકાશ’ નામનો અનાદિ અનંત ગુણ એવો છે કે જે પોતાને પ્રત્યક્ષ
કરી શકે છે. રાગ વિના આનંદનું વેદન થઈ શકે એવો એ ગુણનો ગુણ (ગુણનું કાર્ય) છે.
લૌકિકમાં દાખલો આવે છે ને? સુરદાસે કૃષ્ણનો હાથ પકડયો તો શ્રીકૃષ્ણ તેનો
હાથ છોડાવીને ભાગી ગયા ત્યારે સુરદાસ કહે છે પ્રભુ! તું મારા હાથથી છટકી ગયો
પણ મારા હૃદયમાં તારો વાસ છે ત્યાંથી તું છટકી શકે તેમ નથી. તેમ અહીં કહે છે કે
ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનથી બહાર ક્યાંય જઈ શકે તેમ નથી.
જેમ કસ્તૂરીમૃગની ડુંટીમાં કસ્તૂરી છે પણ બહાર ફાંફાં મારે છે તેમ ભગવાન
આત્માના અંતરમાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ ભર્યો છે તેની સામે નજર કર્યા વિના
અજ્ઞાની જીવ જેટલાં પુણ્ય-પાપના ભાવ કરે છે તે રખડવા ખાતે છે પછી ભલે તે
અગિયાર અંગ અને નવ પૂર્વ ભણ્યો હોય તોપણ આત્માના ભાન વિના તેની કાંઈ
કિંમત નથી.
રાગ વડે કે શાસ્ત્રજ્ઞાન વડે આત્મા જણાય-પ્રત્યક્ષ થાય એવો કોઈ આત્મામાં
ગુણ જ નથી. આત્મા પોતે જ પોતાથી પ્રત્યક્ષ થાય એવો તેનામાં અનાદિ-અનંત ગુણ
છે તે ગુણ વડે આ જ આત્મા છે એમ પ્રત્યક્ષ વેદનપૂર્વક જાણે ત્યારે તેણે સર્વ શાસ્ત્રો
જાણ્યા કહેવાય.
ભાઈ! આ મારગ કોઈ જુદી જાતનો છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે.
પરમાત્મા કહે છે કે વિકલ્પ કે રાગથી તને કાંઈ લાભ નથી. તું તો તારા સ્વરૂપમાં
જેટલો એકાગ્ર થા તેટલો