Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 217 of 238
PDF/HTML Page 228 of 249

 

background image
પરમાત્મા] [૨૧૭
સમકિતીને મુનિ જેટલો સમય ન મળે તોપણ થોડો વખત તો ધર્મી અનુભવની ધારાના
માર્ગે જવાનો સમય કાઢીને સામાયિકનો અભ્યાસ કરે છે.
જેણે આત્માનો વાસ્તવિક આનંદ ચાખ્યો હોય તે રાગનો સ્વાદ આકુળતા-
સ્વરૂપ છે એમ મીંઢવણી કરી શકે; પણ જેણે આનંદનો સ્વાદ જ ચાખ્યો નથી એવો
અજ્ઞાની રાગ આકુળતાસ્વરૂપ છે એમ મીંઢવણી-મેળવણી કરી શકતા નથી. તેથી
આકુળતાને જ એટલે કે રાગને જ પોતાનું સ્વરૂપ માને છે.
દિગંબર સંતોએ બહું ટૂંકામાં ઘણો માલ ભરી દીધો છે, ચારિત્ર દ્વારા મૂળ સત્તાને
અનુભવીને લખે છે ને! શાશ્વત માર્ગને જાતે અનુભવીને તેની વાત મુનિરાજ લખે છે.
અહીં યોગીન્દ્રદેવે તત્ત્વાનુશાસનના શ્લોકનો આધાર આપ્યો છે કે જેને આત્માના
ધર્મધ્યાનમાં આનંદનો અનુભવ થયો નથી તે મૂર્ચ્છાવાન અને મોહી છે, કયાંક મૂર્ચ્છાઈ
ગયો છે, તેથી આત્માનો આનંદ આવતો નથી.
જેમ ઘરમાં પદ્મણી જેવી સ્ત્રી હોય પણ તેમાં મન ન લાગતું હોય તો તે સમજી
જાય છે કે આનું મન બીજે ક્યાંક છે, અહીં મન જામતું નથી-એમ ઓળખી લે છે. તેમ
અહીં કહે છે કે પરમાત્મા આનંદની મૂર્તિ છે તેનું ધ્યાન કરે છે પણ આનંદ નથી
આવતો તો સમજી લેવું કે તે કયાંક મૂર્ચ્છાઈ ગયો છે. ક્યાંક પુણ્ય-પાપના પ્રેમમાં
મૂર્ચ્છાઈ ગયો છે. જો ન મૂર્ચ્છાયો હોય તો ધ્યાન કરે અને આનંદ કેમ ન આવે? આવે
જ. જે આત્માનું દર્શન, જ્ઞાન અને રમણતા કરે છે, એકાગ્રતા કરે છે, તેને વચનગોચર
એવો આત્મિક આનંદ આવે જ છે.
આહાહા...! પોતાના ઘરની ચીજ પોતે લે ત્યારે થાય તેવું છે, કોઈ આપી દે તેમ નથી.
હવે કહે છે કે આત્મધ્યાન પરમાત્માનું કારણ છે.
जो पिंडत्थु पयत्थु बुह रूवत्थु वि जिण–उत्तु ।
रूवातीतु मुणेहि लहु जिम परु होहि पवित्तु ।। ९८।।
જે પિંડસ્થ, પદસ્થ ને રૂપસ્થ, રૂપાતીત;
જાણી ધ્યાન જિનોક્ત એ, શીઘ્ર બનો સુપવિત્ર. ૯૮.
અહીં કહે છે કે હે પંડિત! વીતરાગ ભગવાને આ ચાર પ્રકારના ધ્યાન કહ્યાં છેઃ-
(૧) પિંડસ્થ એટલે શરીરમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે, (૨) પદસ્થ
એટલે પાંચ પદમાં રહેલાં પંચપરમેષ્ઠીનો વિચાર કરીને અંતરમાં ધ્યાન કરવું, (૩)
રૂપસ્થ એટલે અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું તે અને (૪) રૂપાતીત એટલે રૂપથી
રહિત સિદ્ધ ભગવાનનો વિચાર કરી અંતરમાં જવું તે. આ ચાર પ્રકારના ધ્યાન દ્વારા
સ્વરૂપમાં એકાગ્ર થતાં જીવ અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય છે. પરમાત્મપદને પ્રાપ્ત
કરવાની આ કળા છે.
તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે જે ભાવથી, જે રૂપથી આત્મજ્ઞાની આત્માને ધ્યાવે છે તેમાં