ઠીકપણું લાગતું હોય તે ત્યાંથી ખસે કેમ? માટે ભગવાન આત્મા જ્ઞાન-દર્શન-આનંદ
સ્વરૂપ છે તેને જાણ, કેમ કે તે ઈચ્છા વિનાની ચીજ છે. તેથી ઈચ્છા વિનાની જે ચીજ
છે તેના લક્ષે ઈચ્છાને ટાળીને વીતરાગસ્વરૂપમાં ઠરે તેને ઈચ્છારહિત તપ કહે છે.
પવિત્ર આનંદસ્વરૂપમાં ઠરે ને લીન થાય એટલે ઈચ્છા રોકાઈ ગઈ ને સ્વરૂપમાં લીન
થયો તેને મુક્તિનો માર્ગ કહેવામાં આવે છે.
થાય છે તેને પરમાત્મા તપ અને ધર્મ કહે છે. આહાર ન લેવો કે અમુક રસ ન લેવો-
એ તો બધી લાંઘણ છે, ચારિત્રની રમણતા તે તપ છે. અનાદિથી રાગમાં રમે છે,
પુણ્ય-પાપના રાગના વિકલ્પમાં રમે છે તે સંસાર છે. એ પુણ્ય-પાપના રાગથી ખસીને
જેમાં એ પુણ્ય-પાપ નથી એવા ભગવાન આત્માના સ્વભાવમાં ઠરવું તે તપ ને
મુક્તિનો ઉપાય છે.
જાણવું હોય તો કેટલા ઉપવાસ કરે ત્યારે નામ જણાય? મારે તમારું નામ પૂછવું નથી,
ઉપવાસ કરીને તમારું નામ જાણવું છે, તો કેટલા ઉપવાસ કરવાથી નામ જણાય?
ભાઈ! પૂછવું પડે ને?-કે તમારું નામ-ઠામ શું? જ્ઞાન દ્વારા જ અજ્ઞાનનો નાશ થઈ શકે
છે. તેથી આત્મા પોતાના આત્માનું પ્રથમ જ્ઞાન કરે કે જાણનાર દેખનાર તે આત્મા-એમ
આત્માનો વિશ્વાસ ને શ્રદ્ધા-જ્ઞાન કરીને, રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે ત્યારે તપ થાય
છે ને તેને ધર્મ કહેવામાં આવે છે.
પડતું નથી. જેણે ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવનો વિશ્વાસ કરીને, વિશ્વાસે તેમાં
રમીને તે દ્વારા જેણે પરમ ગતિને પ્રાપ્ત કરી તે ફરીથી સંસાર પામતો નથી. અતીન્દ્રિય
આનંદમાં જે લીન થયો, પૂરણ લીનતા પામ્યો તે હવે ત્યાંથી પાછો ખસે-એમ
ત્રણકાળમાં બનતું નથી. માખી જેવું પ્રાણી પણ સાકરની મીઠાસમાં લીન થયા પછી તેની
પાંખ ચોંટી જાય કે બાળકના આંગળાથી થોડી દબાય તોપણ માખી તે મીઠાસને છોડતી
નથી, ઉડતી નથી. તેમ આનંદસ્વરૂપ આત્માનો જેને વિશ્વાસ આવ્યો છે, આત્માનું જ્ઞાન
કરીને તેનો વિશ્વાસ આવ્યો ને તેમાં ઠરે છે, તપે છે, લીનતા કરે છે તે અલ્પકાળમાં
પર્યાયમાં મુક્તદશાને પામે છે ને પછી તે સંસારમાં ફરી અવતરતો નથી. ૧૩.