પરમાત્મા] [૨પ
[પ્રવચન નં. પ]
જિન-વચનઃ
પરમાત્મ–વિમુખતાથી બંધ
પરમાત્મ–સન્મુખતાથી મોક્ષ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૧-૬-૬૬]
શ્રી યોગીન્દુદેવ એક દિગંબર સંત થયા છે. એમણે આત્માનો અંતર યોગ એટલે
કે વેપારનો સાર કે જે આત્મ-વેપારથી આત્માનું કલ્યાણ ને મુક્તિ થાય તે આ
યોગસારશાસ્ત્રમાં વર્ણવ્યો છે. તેમાં બાર ગાથા થઈ ગઈ છે. હવે ૧૩ મી ગાથા કહે છેઃ-
ઈચ્છારહિત તપ નિર્વાણનું કારણ છેઃ-
इच्छा–रहियउ तव करहि अप्पा अप्पु मुणेहि ।
तो लहु पावहि परम–गई फुडु संसारु ण एहि ।।१३।।
વિણ ઈચ્છા શુચિ તપ કરે, જાણે નિજરૂપ આપ;
સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩.
પોતાના પવિત્ર શુદ્ધ આનંદ સ્વરૂપને જાણીને, શુભાશુભ ઈચ્છારૂપ રાગને રોકીને
પોતાના શુદ્ધ પવિત્ર સ્વરૂપમાં તપવું એટલે લીન થવું તેને ઈચ્છારહિત તપ કહેવામાં
આવે છે. પુણ્ય-પાપના રાગ રહિત શુદ્ધ આત્મસ્વભાવનું જ્ઞાન કરીને પુણ્ય-પાપના
ભાવને રોકીને સ્વરૂપમાં લીન થાય તેને તપ કહેવામાં આવે છે અને તે તપથી મુક્તિ
થાય છે.
આત્મા વસ્તુસ્વરૂપે ઈચ્છારહિત છે. આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપી અનંત આનંદની
મૂર્તિ છે, એમાં ઈચ્છા જ નથી. તેથી જે ઈચ્છા છે તેનો આશ્રય-લક્ષ છોડીને જેમાં
ઈચ્છા નથી એવા જ્ઞાન-દર્શન ને આનંદમય આત્માના શ્રદ્ધા-જ્ઞાન ને લીનતા વડે-શુદ્ધ
સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગની લીનતા વડે સંવર ને નિર્જરા થાય છે.
અશુભ ભાવ હો તો પાપ થાય, દયા-દાન આદિ શુભ ભાવ હો તો પુણ્ય થાય
પણ ધર્મ ન થાય. ચિદાનંદ સ્વરૂપ આનંદમૂર્તિ ભગવાન આત્માના ભાન વિના એકલા
ઉપવાસ આદિ કરે ને તેમાં રાગની મંદતા હોય તો મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે પણ
તેને ધર્મનું સ્વરૂપ કહેવામાં આવતું નથી કે તેનાથી જન્મ-મરણના અંત આવતા નથી.
ભગવાન આત્મા પોતાના વીતરાગી નિર્દોષ અકષાય સ્વરૂપને જાણીને તેમાં લીન થાય
તેનું નામ ઈચ્છારહિત કહેવામાં આવે છે ને તેનાથી જન્મ-મરણના અંત આવે છે.
હું અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું-એવું જેને જ્ઞાન નથી તે તેમાં ઠરે કેમ?
પોતાનામાં