પરમાત્મા] [૩૩
જેવા હોય પણ તેણે આત્મા સાથે યોગ જોડયો છે ને આખા સંસારથી અંદરમાં
ઉદાસીનપણું વર્તે છે. જેને ભોગની રુચિ નથી, ભોગમાં સુખબુદ્ધિ નથી તેવા ચોથે
ગુણસ્થાનવાળા સમ્યગ્દ્રષ્ટિને ધર્મી-યોગી કહ્યો છે.
અહીં તો સમ્યગ્દર્શનને મોક્ષનું કારણ કહ્યું છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની
ત્રણની વાત કરી નથી, કેમ કે અનુભવનું જોર દેવું છે. આત્માના અનુભવમાં
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે તેમ કહેવું છે. શાંત, શાંત ધીરો થઈને
અંતરના સ્વભાવની એકતાને અવલંબતા જે સમ્યગ્દર્શન થાય તેમાં સમ્યગ્જ્ઞાન ને
સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો અંશ પણ ભેગો ઉત્પન્ન થાય છે, માટે અહીં એક
સમ્યગ્દર્શનને જ મોક્ષનું કારણ કહ્યું તેમાં सम्यग्दर्शन–ज्ञान–चारित्राणि मोक्षमार्ग– એ
આવી ગયું. પોતાના સહજાનંદ સ્વભાવની દ્રષ્ટિ થઈને રુચિનું પરિણમન થયું તેમાં
સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપમાં અંશે રમણતારૂપ ચારિત્ર આવી જાય છે.
એનો અર્થ એ થયો કે-ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં સ્વરૂપાચરણ હોય છે. કેમ કે
ભગવાન આત્મા પોતાના અંતર સ્વભાવ તરફ ઢળ્યો અને પ્રતિત ને જ્ઞાન થયા એમાં
એટલો જ અનંતાનુબંધીનો અભાવ થઈને સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર પ્રગટ થયા
વિના સમ્યગ્દર્શન જ હોઈ શકે નહીં.
સમ્યગ્દર્શન એક જ મોક્ષમાર્ગ કહેતાં એકાંત થઈ જતું નથી?-કે ના, એમાં
અનેકાંત રહે છે. સ્વરૂપની દ્રષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપાચરણ ત્રણે ભેગા છે ને તેમાં
વિકલ્પાદિ ભાવનો નાસ્તિભાવ છે. વ્યવહાર સમકિત તો રાગ છે, તેનો નિશ્ચય
સમ્યગ્દર્શનમાં અભાવ છે. આવા સમ્યગ્દર્શન વિના બીજાને સમ્યગ્દર્શન માને તેને
મિથ્યાદર્શનની પર્યાય હોય છે.
સર્વજ્ઞની વાણીમાં એમ આવે છે કે અમારા કહેલાં શાસ્ત્રોની શ્રદ્ધાને અમે
સમ્યગ્દર્શન કહેતાં નથી. તારા આત્માની સન્મુખ થઈને પ્રતીત થવી, અનુભવ થવો તે
એક જ સમ્યગ્દર્શન છે. બીજા પ્રકારનું સમ્યગ્દર્શન અમે કહ્યું નથી, કહેતાં નથી ને છે
પણ નહીં. ભગવાન તારામાં તું પૂરો પડયો છો, તારે કોઈની જરૂર નથી. પરસન્મુખના
જ્ઞાનની પણ તને જરૂર નથી, પર પદાર્થની તો જરૂર નથી. પર પદાર્થના શ્રદ્ધાનની તો
જરૂર નથી, પરસન્મુખના આશ્રયે થતાં દયા-દાન આદિના રાગભાવની તો જરૂર નથી;
એ તો ઠીક પણ ભગવાન આ અને ગુણ આ એવા મનના સંગે ઉત્પન્ન થતાં વિકલ્પની
પણ તને જરૂર નથી.
યોગીન્દ્રદેવ આદેશ કરે છે કે હે આત્મા! નિશ્ચયથી એ રીતે છે એમ તું જાણ
બાકી બધો વિકલ્પ હોય તેને વ્યવહાર નિમિત્ત તરીકે તું જાણ. બીજો મોક્ષમાર્ગ જરીયે
નથી. વ્યવહાર શ્રદ્ધાનો, શાસ્ત્રના જ્ઞાનનો કે કોઈ કષાયની મંદતાના વ્રતાદિનો ભાવ
કિંચિત્ છૂટકારાનો માર્ગ નથી, એ તો બંધનનો માર્ગ છે-એમ હે આત્મા! નિશ્ચયથી
જાણ! વ્યવહારનું સ્વરૂપ જે છે તે જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. ભાઈ!
તને પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાનની મહિમા આવતી નથી ને તેની મહિમા વિના તને ભેદ
ને રાગની જેટલી મહિમા આવે છે એ મિથ્યાદર્શન છે, શલ્ય છે. બાપુ! વીતરાગ
પરમેશ્વરનો માર્ગ જગતને સાંભળવા મળ્યો નહીં તેથી ઊંધે રસ્તે ચઢીને માને કે અમે
ભગવાનને માનીયે છીએ, પણ ભગવાન તો એમ કહે છે કે જેમ