Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 34 of 238
PDF/HTML Page 45 of 249

 

background image
૩૪] [હું
રાખ ઉપર ગાર કરે તે ગાર નથી પણ લીંપણા છે, તેની જેમ આત્માના દર્શન વિના
તેને દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા નથી, કેમ કે દેવ-શાસ્ત્ર-ગુરુ તો આત્માના દર્શનને
દર્શન કહે છે ને એ દર્શન વિના અમે દેવ-શાસ્ત્ર-ગુરુને માનીયે છીએ-એમ માને છે તે
માન્યતા જૂઠી છે. આત્મદર્શન વિના દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા રહેતી નથી ને તેથી
એ વિના જે વ્રતાદિ ક્રિયા કરવામાં આવે તે રાખ ઉપર ગારના લીંપણા જેવું છે. ૧૬.
હવે ૧૭મી ગાથામાં કહે છે કે માર્ગણાસ્થાન ને ગુણસ્થાન તારામાં નથી-
मग्गण–गुण–ठाणइ कहिया विवहारेण वि दिठ्ठि ।
णिच्छय–णइ अप्पा मुणहि जिम पावहु परमेठ्ठि ।। १७।।
ગુણસ્થાનક ને માર્ગણા, કહે દ્રષ્ટિ વ્યવહાર;
નિશ્ચય આતમજ્ઞાન તે, પરમેષ્ઠિપદકાર.
૧૭.
ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા દિવ્યધ્વનિ દ્વારા જે વાત ફરમાવે છે
તે વાત સંતોને વિકલ્પ દ્વારા વાણીથી આવી જાય છે. કહે છે કે આ જીવ કઈ ગતિમાં
છે, કઈ લેશ્યા છે ને ભવિ-અભવિ છે, કયા જ્ઞાનનો પર્યાય છે-એવા બધા ભેદોને
જાણવા તે વ્યવહારનયનો વિષય જાણવાલાયક છે, આદરવાલાયક નથી.
જિનેશ્વરદેવે માર્ગણા ને ગુણસ્થાન કહ્યા છે. ચૌદ માર્ગણા ને ચૌદ ગુણસ્થાનથી
આ જીવ આમ છે એમ નક્કી કરવું એ જાણવાની પર્યાય જાણવાલાયક છે પણ એના
આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. કેવળ વ્યવહારનયની દ્રષ્ટિથી માર્ગણા ને ગુણસ્થાન
જાણવાલાયક છે પણ આદરવાલાયક નથી. એના જ્ઞાન દ્વારા સમ્યગ્દર્શન થતું નથી.
જેની પર્યાયમાં ભૂલ છે તેની તો અહીં વાત કરતા નથી અથવા તો મુનિદશા આવી
હોય ને કેવળીની દશા આવી હોય કે સમ્યગ્દ્રષ્ટિની આ દશા હોય એનો જેને ખ્યાલ
પણ નથી તેની તો અહીં વાત કરતા નથી. જેને ખ્યાલ છે કે મુનિદશા આવી હોય,
ચોથા ગુણસ્થાનની ને મિથ્યાદ્રષ્ટિની દશા આવી હોય તે નક્કી કરે કે આ જીવ આ
ગુણસ્થાનમાં છે, આ માર્ગણાસ્થાનમાં છે-એ બધું જ્ઞાન ભલે હો, જાણવા માટે છે,
એટલો ભેદ છે તે જાણવા માટે છે પણ આદરવાલાયક કે તેનાથી સમ્યગ્દર્શન થાય એવી
તેમાં તાકાત નથી.
માર્ગણાસ્થાન ને ગુણસ્થાન વર્તમાન પર્યાયમાં અસ્તિરૂપ છે પણ એ તો કેવળ
વ્યવહારદ્રષ્ટિથી કથન છે. છે માટે નિશ્ચયથી છે એમ નથી, છે પણ તે વ્યવહાર છે. વસ્તુ છે,
વ્યવહારનયનો વિષય છે, પરંતુ ત્રિકાળ અભેદદ્રષ્ટિની અપેક્ષાએ એ બધા ભેદોને અભૂતાર્થ
કહેવામાં આવે છે, અસત્યાર્થ કહેવામાં આવે છે. જૂઠા છે-એમ કહેવામાં આવે છે.
ભવિ છું-એમ ખ્યાલ આવવો એ વ્યવહારનયનો વિષય છે. આ મતિજ્ઞાનનો
ઉપયોગ છે ને આ શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે ને આ ક્ષાયિક સમકિત કહેવાય તથા આ
પાંચ ઇન્દ્રિયવાળો છે ને આ બે ઇન્દ્રિયવાળો છે-એ બધું અવસ્થાદ્રષ્ટિએ છે ખરું, પણ
ત્રિકાળ સ્વભાવના આશ્રય