પરમાત્મા] [૩પ
કરવાની અપેક્ષાએ એ બધું નથી, મને લાભદાયક નથી માટે એ નથી અને મને
લાભદાયક અભેદ છે માટે એ છે.
કેવળ વ્યવહારનયથી આ જીવ પર્યાયમાં અહીં છે, આ જીવ આ ગુણસ્થાનમાં છે
એમ કહેવામાં આવ્યું છે. અભેદ સ્વભાવની દ્રષ્ટિથી કહેવામાં આવે તો આત્મા
આત્મારૂપ જ છે, ભેદ એમાં નથી. આ ભવિ છે કે આ સમકિતી છે કે આ જ્ઞાન
ઉપયોગ છે-એ ભેદો અભેદ વસ્તુમાં નથી. આ રાગ હજુ એકાદ બે ભવ કરશે-એ
જાણવાલાયક છે પણ આદરવાલાયક નથી.
અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે,
એથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે....
શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે અમને થોડો રાગ વર્તે છે તેથી જણાય છે કે થોડો
કાળ હજું રાગનું વેદન રહેશે, એથી એમ જણાય છે કે એકાદ ભવ કરવો પડશે-એવું જે
પર્યાયનું જ્ઞાન તે હો, પણ તે આદરણીય નથી.
ભગવાનની વાણીમાં જે વ્યવહાર આવ્યો-માર્ગણાસ્થાન-ગુણસ્થાન-તે છે,
ભેદરૂપ છે, અંશરૂપી દશાવાળા ભાવો છે પણ તે જાણવાલાયક ભાવો છે, આશ્રય કરવા
લાયક નથી. પરમેશ્વર ત્રિલોકનાથે જે માર્ગણાસ્થાન આદિ પર્યાયના ભેદો જોયા ને કહ્યાં
અને એમ છે-તેને તું જાણ તો હજુ તો તે વ્યવહાર છે.
ભગવાન આત્માને જાણ કે જેમાં કેવળજ્ઞાનના કંદ પડયા છે, જે અનંત ગુણની
રાશિ પ્રભુ આત્મા છે, જેમાં ‘આ આત્મા’ એવો ભેદ પણ નથી એવા આત્માને
આત્મારૂપે જાણ. આમ જાણવાનું ફળ શું?-કે તેનાથી અરિહંત ને સિદ્ધપદ મળશે. જે
અભેદ ચિદાનંદ આત્માને જાણશે, તેનો આશ્રય કરશે તે નિશ્ચયથી અરિહંત ને
સિદ્ધપદને પામશે.
પોતાના આત્માને જાણવાથી સિદ્ધ થઈશ, વ્યવહારને જાણવાથી સિદ્ધ નહિ થા.
કેટલાક કહે છે કે જે ભાવે તીર્થંકરગોત્ર બંધાયું એ ભાવથી મુક્તિ થશે કેમ કે તીર્થંકર
પ્રકૃતિ બંધાણી ને! માટે મુક્તિ થશે. તેને અહીં કહે છે કે એ ખોટી વાત છે. તારું એ
જ્ઞાન જ ખોટું છે. આત્મા આત્મામાં ઠરશે ત્યારે કેવળજ્ઞાનને પામશે, રાગ આવ્યો ને
બંધ પડયો માટે કેવળજ્ઞાન થશે એમ છે જ નહીં. સમ્યગ્દ્રષ્ટિને વિકલ્પ આવ્યો ને
તીર્થંકર પ્રકૃતિનો બંધ પડયો-એવું જ્ઞાન પણ આશ્રય કરવાલાયક નથી, વિકલ્પ અને
પ્રકૃતિનો બંધ જાણવાલાયક છે, પણ એનાથી મુક્તિ થશે કે એના જ્ઞાનથી મુક્તિ થશે
એમ નથી.
એક જ વાત! જે આત્મા આત્માને જાણશે ને જે આત્મા આત્મામાં ઠરશે તે
સિદ્ધપદને પામશે.
શ્રેણીકરાજાને વિકલ્પ ઊઠયો, ભગવાને કહ્યું કે હે શ્રેણીક! તું ભવિષ્યમાં તીર્થંકર
થઈશ. શ્રેણીક સમવસરણમાં ક્ષાયિક સમકિત પામ્યા. પરંતુ તેઓ સ્વભાવના અવલંબન
વડે ક્ષાયિક પામ્યા. વળી એ ક્ષાયિક થયું એમ જાણ્યું તે જ્ઞાન અને તીર્થંકર થઈશ એનું
જ્ઞાન એ જ્ઞાન તેને કેવળજ્ઞાનનું કારણ નથી. જેને આત્મદર્શન થયું, સમ્યગ્દર્શન થયું
તેને વિકલ્પ