Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 36 of 238
PDF/HTML Page 47 of 249

 

background image
૩૬] [હું
આવ્યો ને તીર્થંકર પ્રકૃતિ બંધાણી-એ સંબંધીનું જ્ઞાન તેને કેવળજ્ઞાન પમાડશે નહીં. માટે
કહે છે કે વ્યવહારદ્રષ્ટિથી એ જાણવા લાયક છે પણ એ જ્ઞાનનો મહિમા નથી. ભગવાન
આત્માનું જ્ઞાન કર, એમાં એકાગ્રતા કર, એનાથી કેવળજ્ઞાન થશે. પ્રકૃતિથી, વિકલ્પથી
કે તેના જ્ઞાનથી કેવળજ્ઞાન થશે નહીં. ભગવાનની વાણીથી જ્ઞાનમાં નક્કી થઈ ગયું કે
હું તીર્થંકર થઈશ. છતાં એ જ્ઞાન આશ્રય કરવા લાયક નથી.
વ્યવહારદ્રષ્ટિથી જે કહ્યું તેને જાણ; પણ ભગવાન આત્મા એકરૂપ પ્રભુને જાણતા
જ નક્કી તું કેવળજ્ઞાનને-સિદ્ધપદને પામીશ. ત્રણકાળમાં અમારી આ વાત ફરી એવી
નથી એમ કહે છે. નિશ્ચયનયથી આત્મા સ્વયં અરિહંત ને પરમાત્મા છે. વસ્તુ સદા
સિદ્ધ પરમાત્મા છે એવી અંતરની દ્રષ્ટિ ને તેનું જ્ઞાન તે પર્યાયમાં સિદ્ધપદને પામવાનું
કારણ છે. એ સિવાય અન્ય કોઈ શ્રદ્ધા, અન્ય કોઈ જ્ઞાન કે અન્ય કોઈ આચરણ
આત્માને મુક્તિનું કારણ નથી.
જે પરમેષ્ઠિપદ વ્યવહારનયે જાણવાલાયક કહ્યું હતું; તેના આશ્રયે પરમેષ્ઠીપદ
નહીં પમાય. એક સમયમાં અભેદ પરિપૂર્ણ પ્રભુ તેની દ્રષ્ટિ થતાં, તેનું જ્ઞાન થતાં, તે
શ્રદ્ધા-જ્ઞાન પરમેષ્ઠિપદની પ્રાપ્તિનું કારણ થશે, પણ વ્યવહારરત્નત્રય મુક્તિનું કારણ નહિ
થાય એમ કહે છે. ૧૭.
હવે કોઈ એમ કહે કે આ માર્ગ તો મહા ત્યાગી મુનિ જંગલમાં હોય તેના માટે
હોય, ગૃહસ્થ માટે શું? તેના ઉત્તરરૂપે ૧૮ મી ગાથામાં કહેશે કે ગૃહસ્થાશ્રમમાં પણ આ
માર્ગ હોય શકે છે. રાજપાટમાં દેખાય, ઇન્દ્રના ઇન્દ્રાસનમાં દેખાય છતાં એ
ગૃહસ્થાશ્રમમાં પણ એ જીવ નિર્વાણમાર્ગ ઉપર ચાલી શકે છે. કેમ કે ભગવાન આત્મા
પૂરણ અખંડ વસ્તુ તો મૌજૂદ છે, અખંડ વસ્તુનો આશ્રય કરનાર ગૃહસ્થાશ્રમમાં પણ
નિર્વાણને પામવાને લાયક થઈ જાય છે. આટલા આટલા ધંધાદિ હોય તોપણ?-કે હા;
ધંધાદિ એનામાં રહ્યાં, એ તો જાણવાલાયક છે. ભગવાન આત્માનો આશ્રય કરીને
ગૃહસ્થાશ્રમના ધંધાદિમાં જો હેયાહેયનું જ્ઞાન વર્તે તો તે પણ નિર્વાણને લાયક છે.
સંસારમાં ઈન્દ્રિય-જન્ય જેટલા સુખ છે તે બધા આ આત્માને
તીવ્ર દુઃખ આપનારા છે. આ રીતે જે જીવ ઈન્દ્રિય-જન્ય વિષય-સુખોના
સ્વરૂપનું ચિંતવન કરતો નથી તે બહિરાત્મા છે.
- શ્રી રયણસાર