પરમાત્મા] [૩૭
[પ્રવચન નં. ૭]
ગૃહસ્થાશ્રમમાં નિજ પરમાત્મ–અનુભવ
[શ્રી યોગસાર ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા ૧૩-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત આ યોગસાર ચાલે છે. તેમાં કહે છે કે ગૃહસ્થાશ્રમમાં પણ
આત્મ-અનુભવ થઈ શકે છે. ગૃહસ્થમાં રહેલો જીવ મોક્ષના માર્ગ પર ચાલી શકે છે.
એમ નથી કે સાધુ જ મોક્ષમાર્ગમાં ચાલી શકે-એ અર્થની ગાથા કહે છેઃ-
गिहि–वावार–परिठ्ठिया हेयाहेउ मुणंति ।
अणुदिणु सायहिं देउ जिणु लहु णिव्वाणु लहंति ।। १८।।
ગૃહકામ કરતાં છતાં, હેયાહેયનું જ્ઞાન;
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ. ૧૮.
ગૃહસ્થના વેપાર ધંધામાં લાગેલો હોવા છતાં હેયાહેયનું જ્ઞાન હોય છે એટલે કે
છોડવાયોગ્ય શું છે ને આદરવાયોગ્ય શું છે એનું જ્ઞાન હોય છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા
છતાં ધર્મ કઈ રીતે હોય છે?-કે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં હેયાહેયનું જ્ઞાન હોય છે. હેય
એટલે પુણ્ય-પાપના ભાવ, વેપાર-ધંધાના ભાવ કે પૂજા-ભક્તિ ના ભાવ તે હેય છે-
એવું એને જ્ઞાન વર્તવું જોઈએ.
ગૃહસ્થાશ્રમમાં ધર્મ થઈ શકે છે ને મોક્ષના માર્ગે ચાલી શકે છે તેની અહીં વાત
છે. ગૃહસ્થાશ્રમમાં આપણને ધર્મ ન થાય. આપણે ધર્મ ન કરી શકીએ. એ તો મુનિ
થાય, ત્યાગી થાય તેને ધર્મ હોય-એમ નથી. મુનિ ઉગ્રપણે પુરુષાર્થથી શીઘ્રપણે મોક્ષનું
સાધન ઉત્કૃષ્ટ કરે છે અને ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દ્રષ્ટિને એને યોગ્ય હેયાહેયનું જ્ઞાન
વર્તતું હોય છે. ધંધામાં હોય છતાં તેને દરેક ક્ષણે રાગાદિ ભાવ હેય છે, પર વસ્તુની,
શરીર આદિની ક્રિયાનો કર્તા હું નથી-એવું જ્ઞાન વર્તે છે.
પાપના-પુણ્યના ભાવ હો, દેહની ક્રિયા હો પણ એ બધાને સમ્યગ્દ્રષ્ટિ હેય તરીકે
જાણે છે. શુદ્ધ ચૈતન્ય પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્મા એ જ મારે આદરણીય ને ધ્યાન
કરવાલાયક છે. ગૃહસ્થાશ્રમમાં સમકિતી આ પ્રમાણે વર્તન કરી શકે છે. ગૃહસ્થાશ્રમમાં
નિર્વાણમાર્ગ ન હોય એમ કેટલાક કહે છે ને? અહીં તો કહે છે કે ગૃહસ્થાશ્રમમાં આ
રીતે નિર્વાણમાર્ગ સમકિતીને હોય છે.
આત્મા પોતે નિર્વાણસ્વરૂપ છે. ભગવાન આત્મા મોક્ષસ્વરૂપ છે. તેનું સાધન
પોતામાં છે. તેથી ગૃહસ્થાશ્રમમાં તે કેમ ન કરી શકે? એક સમયનો વિકાર છે તે હેય
છે ને તેને છોડીને