Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 38 of 238
PDF/HTML Page 49 of 249

 

background image
૩૮] [હું
અનંતગુણનો પિંડ આખો પૂર્ણાનંદ પ્રભુ ઉપાદેય છે અને એ સ્વરૂપ તો પોતાનું છે. તેથી
ગૃહસ્થાશ્રમમાં એ કામ ન કરી શકે-એ કેમ હોઈ શકે?
આત્મા પોતે અનંત જ્ઞાન-આનંદ આદિ ગુણનો પિંડ છે, તેને ઉપાદેય છે એમ
કેમ ન કરી શકે? ગૃહસ્થાશ્રમમાં આત્મા છે કે નથી? આત્મા છે અને તે પોતાનો શુદ્ધ
સ્વભાવ રાખીને પડયો છે. વીતરાગના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી.
એવું પોતાનું સ્વરૂપ છે, એનું ઉપાદેયપણું કરી શકે છે, કેમ કે એનું સાધન પણ પોતામાં
છે, કાંઈ બાહ્ય ક્રિયામાં કે રાગમાં નથી.
રાગાદિ તો દૂર છે, તારામાં નથી; તારામાં નથી એ કાંઈ તારું સાધન હોય?
માટે રાગાદિ કોઈ તારું સાધન નથી. તારામાં જે છે એ તારું સાધન છે. ધંધાદિ હોય કે
રાગાદિ હોય-એ તો એનામાં રહ્યાં, હું તો શુદ્ધ પરમાત્મા છું-આ જ હું છું-એમ માનવું
તેનું નામ જ ઉપાદેયપણું.
વીતરાગના સ્વરૂપમાં ને મારા સ્વરૂપમાં પરમાર્થે કાંઈ ફેર નથી-એમ અંતરમાં
રુચિ કરીને દ્રષ્ટિ કરીને આત્માને સ્વીકારવો-એ ગૃહસ્થાશ્રમમાં કેમ ન થઈ શકે? દ્રષ્ટિ દૂર
હતી, તે દ્રષ્ટિ સમીપમાં કરે કે આ આત્મા જ હું છું-એ તો ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે.
વસ્તુ શુદ્ધ છે ને એનું જ્ઞાન, એની શ્રદ્ધા ને એનું આચરણ-એ સ્વભાવનું સાધન
પણ શુદ્ધ છે અને તે પણ પોતાની સમીપમાંથી-સ્વભાવમાંથી આવે છે, કાંઈ દૂરથી,
રાગમાંથી કે પરમાંથી આવતાં નથી માટે ગૃહસ્થાશ્રમમાં આત્માને મોક્ષનો માર્ગ કેમ ન
થઈ શકે? જરૂર થઈ શકે છે-એમ કહે છે. વસ્તુ પોતે છે ને એ જ કિંમતી ચીજ છે,
બીજી કોઈ પણ ચીજ-અલ્પજ્ઞતા, રાગ કે પર-મારી દ્રષ્ટિમાં કિંમતી ચીજ નથી-એમ
દ્રષ્ટિમાં ઉપાદેય તરીકે વસ્તુને ગ્રહણ કરવી-એ ગૃહસ્થાશ્રમમાં કેમ ન થઈ શકે? જરૂર
થઈ શકે. વળી એનું સાધન પણ અંદર છે. જ્ઞાનાનંદ ચૈતન્યસ્વભાવનું સાધન પણ
એની સમીપમાં-એમાં છે, સાધન કાંઈ બહારમાં નથી.
ભગવાન આત્મા પરમાનંદનું રતન છે. એ પરમાનંદ સ્વરૂપ રતન પોતે જ છે,
એમ જ્યાં દ્રષ્ટિમાં આદર આવ્યો ત્યાં સ્વભાવનું સાધન પણ પોતે જ છે અને એમાં
એકાગ્ર થતાં સાધનથી જે દશા પ્રગટ થાય, સાધક દશા-એ પણ એના સમીપમાં-સાધન
પણ એની સમીપમાં-એમાં છે, સાધન કાંઈ બહારમાં નથી.
ધંધાનો ભાવ તો હેય છે પણ એ કાળે પણ એ જીવની શક્તિનું સત્ત્વ છે ને!
તેથી ગૃહસ્થના અશુભભાવને હેય જાણે ને આ આત્મા અનંતગુણનો પિંડ છે તે હું-એમ
હેયાહેયનું જ્ઞાન થઈ શકે છે. બાપુ! તું છો ને તારું ન કરી શકે એનો અર્થ શું? તું છો
ને તારું જરૂર કરી શકે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં હેય-ઉપાદેયનો જ્ઞાનમાં વિવેક જરૂર
કરી શકે. પહેલાં શાસ્ત્રથી, ગુરુગમથી, તીવ્ર જિજ્ઞાસાથી હેયઉપાદેયનું જ્ઞાન કરે અને
પછી એની દ્રષ્ટિમાં આવે કે અહો! આ આત્મા! અનંતગુણસ્વરૂપ ભગવાન આત્મા તે
હું પોતે છું.
ગૃહસ્થાશ્રમમાં વેપારધંધાના કાળ વખતે શું આત્મા ક્યાંય ચાલ્યો ગયો છે? -ના; તો