Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 238
PDF/HTML Page 56 of 249

 

background image
પરમાત્મા] [૪પ
સદોષતાનો અંશ નથી કે અપૂરણતા નથી, એવી મારી વસ્તુ છે-એવો જેણે જ્ઞાનમાં
નિર્ણય કરીને અનુભવ કર્યો છે કે આ વસ્તુ આમ જ છે, એને વારંવાર એ વસ્તુ
સ્મરણમાં આવે છે.
સંસારના ભોગમાં, પૈસા કમાવા આદિમાં કેવી હોંશ આવે છે?-કેમ કે અજ્ઞાનમાં
એને એનો પ્રેમ છે ને? માને ભલે મજા પણ અત્યારેય દુઃખી છે ને ચાર ગતિમાં
રખડવાનો છે. આમ કમાવું, આમ પરણવું, આનું આમ કરવું-એમ કષાયમાં હોંશ કેટલી
છે-એ તો એકલા દુઃખની ઘાણીમાં પીલાઈ રહ્યો છે.
અહીં તો એમ કહે છે કે જેનો જેને પ્રેમ તેને તે વારંવાર સંભાર્યા કરે ને તેમાં
તેનું ઉલ્લસિત વીર્ય કામ કર્યા કરે છે. પરનું કાંઈ કરતો નથી પણ આનું આમ કર્યું ને
તેમ કર્યું-એમ એનું ઉલ્લસિત વીર્ય ત્યાં કામ કર્યા કરે છે. રુચિ અનુયાયી વીર્ય. જેની
જેને રુચિ તેનું વીર્ય ત્યાં કામ કર્યા વિના રહે નહીં, તેનું જ્ઞાન, તેની શ્રદ્ધા, તેનું વીર્ય
જ્યાં રુચિ હોય ત્યાં કામ કર્યા કરે.
જેને આ આત્મા સુખી કેમ થાય-એવી જરૂરીયાત જણાય, આ આત્માની દયા
આવે કે અરે આત્મા! અનંત કાળથી ૮૪ લાખ યોનિના અવતારમાં ક્યાંય કોઈ શરણ
નથી, ક્યાંય કોઈ આધાર નથી, એકલો દુઃખી થઈને તરફડે છો, તરફડે છો! -એમ
એને દયા આવવી જોઈએ કે અરે આત્મા! તને કાંઈક સુખ થાય એવો રસ્તો લે
ભાઈ! તું જિનેન્દ્રસ્વરૂપી છો-એમ શ્રદ્ધા-જ્ઞાનમાં લે. એમ જેણે શ્રદ્ધા-જ્ઞાનમાં લીધું છે
ને તે વારંવાર જિનેન્દ્રનું સ્મરણ કરે છે.
ભાઈ! વસ્તુ સ્વરૂપ પૂર્ણાનંદની મૂર્તિ છે, એના શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેનું વારંવાર
સ્મરણ કરતાં એટલે કે એકાગ્રતા કરતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેથી અહીં કહે છે કે
જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો. હું પોતે વીતરાગ પરમાત્મા છું એમ સ્મરણ
કર, ચિંતવન કર ને એમાં ને એમાં એકાગ્રતા કર.
ત્રસની સ્થિતિ તો બે હજાર સાગરની છે, પછી તો એકેન્દ્રિયની લાંબી સ્થિતિએ
આત્મા ચાલ્યો જાય. કેમ?-કે જિનેન્દ્ર સ્વરૂપી આત્માના સ્મરણ ને ધ્યાનના અભાવને
લઈને વિકારના સ્મરણ ને ધ્યાનને લઈને ત્રસની સ્થિતિ પૂરી કરીને નિગોદમાં
અનંતકાળ ચાલ્યો જશે.
અરે આત્મા! તું પરમાત્મા છો ને આ પરિભ્રમણના પંથે ક્યાં ચઢી ગયો!
પરિભ્રમણના પંથનો અભાવ કરવાની તારામાં તાકાત છે. અરિહંત પરમાત્માએ ભવનો
અભાવ કર્યો છે ને એ ભવનો અભાવ કરવાની તાકાતવાળો હું આત્મા છું-એમ પલટો માર.
* ક્ષણમાં કેવળજ્ઞાન લઈ શકે એવો તું છો *
હવે કહે છે કે એક ક્ષણમાં કેવળજ્ઞાન લઈ શકે એવો આત્મા છે. એક ક્ષણમાં
કરોડો રૂપિયાનો બંગલો બાંધવો હોય તો બાંધી ન શકે પણ એક ક્ષણમાં કેવળજ્ઞાનરૂપી
બંગલો પ્રગટ કરી શકે એવો તૈયાર પરમાત્મા છે. ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ,
જ્ઞાનસૂર્ય વીતરાગ સ્વરૂપી છે, તેનું ધ્યાન કરતાં-તેને ધ્યેય બનાવીને તેમાં લીન થતાં
ક્ષણમાં કેવળજ્ઞાન