જાણ. એમ જાણતા તને વીતરાગતા પ્રગટ થશે ને વીતરાગતા પ્રગટ થતાં તને
અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે.
બધાં બકરાં ભાગી ગયા તોપણ સિંહનું બચ્ચું ભાગ્યું નહીં. કેમ ન ભાગ્યું?-કે એ
ત્રાડથી એને કોઈ ભય ન લાગ્યો માટે ન ભાગ્યું. ત્યારે સિંહ કહે કે તું મારી નાતનો
છો, તારું મોઢું પાણીમાં જો, બકરાં, જેવું નથી, મારી જેવું છે, તું સિંહ છો, બકરાના
ટોળામાં તું ન હોઈ શકે, આવી જા મારી સાથે.
હવે પરમાત્માની જ્યાં ત્રાડ પડી કે તું પરમાત્મા છો, મારી નાતનો ને જાતનો છો!
તારી ચીજને તું જો તો ખરો! મારામાં પૂરણતા પ્રગટી એવી પૂરણતા પ્રગટાવવાની
તારામાં તાકાત પડી છે કે નહિ! અંદર જો તો ખરો! કર્મ કર્મમાં રહ્યા, રાગ રાગમાં
રહ્યો ને અલ્પજ્ઞતા પર્યાયમાં રહી, તારા પૂરણ સ્વરૂપમાં અલ્પજ્ઞતા, કર્મ કે વિકાર
આવતા નથી-એમ તું તને જો તો ખરો!
પરમાત્મામાં ભેદ ન જાણ. આહાહા! ગજબ વાત કરી છે ને!
જમવા નહિ જઈ શકે. તેમ સિદ્ધ ભગવાનના મંડપમાં પેસી જનારા અમે આત્મા છીએ,
દૂર આઘા ઊભા રહીએ એવા અમે નથી પણ એક નાતના, મંડપમાં અંદર પેસી જનારા
આત્મા છીએ-એમ એકવાર તો નક્કી કર!
મોક્ષનું સાધન છે. બીજું કોઈ મોક્ષનું સાધન છે નહિ.