૪૮] [હું
* નિશ્ચયથી મોક્ષનું સાધન *
નિશ્ચયથી મોક્ષનું સાધન આ છે, બીજું કાંઈ નિશ્ચયથી મોક્ષનું સાધન નથી.
વીતરાગ પરમાત્માનો જેવો સ્વભાવ છે તેવો જ મારો સ્વભાવ છે એમ પ્રતીતિ કરીને
તેના ધ્યાન વડે અંતરમાં એકાગ્ર થવું એ જ મોક્ષનું સાધન છે, એ સિવાય મોક્ષનું કોઈ
બીજું સાધન નથી. મોક્ષસ્વરૂપે પણ પોતે છે અને મોક્ષનું સાધન પણ પોતે છે.
વ્યવહારરત્નત્રય મોક્ષનું સાધન છે કે ગુરુ મોક્ષનું સાધન છે-એ બધું કાઢી
નાખ્યું! એક જ મોક્ષનું સાધન છે કે પરમાત્માને ને આત્માને જુદા ન જાણવા! એટલે
કે સર્વજ્ઞદેવ વીતરાગી પર્યાયવાળા પૂરણ પરમાત્મા છે અને હું પણ એવી સર્વજ્ઞ
વીતરાગી પર્યાય પ્રગટ કરવાની તાકાતવાળો વીતરાગી સ્વરૂપી આત્મા છું અને એની
પ્રતીતિ, જ્ઞાન ને સ્થિરતા એ સર્વજ્ઞ વીતરાગી પર્યાય પ્રગટ કરવાનું સાધન મારામાં છે.
વીતરાગભાવે જ્ઞાતાને જોવો-જાણવો એ જ મોક્ષનું સાધન છે. રાગવાળો છું કે મેં રાગ
કર્યો-એ કાંઈ મોક્ષનું સાધન નથી.
વીતરાગ પરમાત્મા અને તારા સ્વભાવમાં-બેમાં ફેર નથી. એ જ મોક્ષનું કારણ
છે. બેમાં ફેર ન પાડ તો મોક્ષનું કારણ છે, ફેર પાડ કે હું રાગવાળો છું ને કર્મવાળો છું
તો એ મોક્ષનું કારણ નથી પણ એ બંધનું સાધન છે.
નિશ્ચયથી એમ જાણ એટલે કે સત્ય આમ જ છે-એમ જાણ. વિકલ્પનો કર્તા
વીતરાગ પરમાત્મા નથી તેમ તું પણ નથી, સિદ્ધ ભગવાન નિમિત્તને મેળવતા નથી કે
છોડતા નથી, જાણે છે તેમ તું પણ નિમિત્તને મેળવે કે છોડે એવું તારામાં નથી, તું તો
જાણનાર દેખનાર છો! એવા જાણનાર-દેખનાર ભગવાન આત્માને સર્વજ્ઞદેવ જેવો
જાણવો એ જ મોક્ષનું કારણ છે.
અરે! અનંતકાળથી ભૂલ્યો ભાઈ! અને હવે એ ભૂલ ભાંગવાના આ ટાણા
આવ્યા ત્યાં આમ નહીં ને તેમ નહીં-એમ ઊંધાઈ ક્યાં કરવા બેઠો? ભાઈ! એ તને
નડશે હો! ખાવા ટાણે બીજી હોળી ક્યાં કરે છો?-ટાણું ગયા પછી ખાવાનું ઠરી જશે ને
પછી તને ભાવશે નહીં તેમ આ ભૂલ ભાંગવાના ટાણા આવ્યા છે હો! ટાણું ચૂકીશ
નહીં બાપુ!
ભગવાન આત્માને પરમાત્મામાં કાંઈ આંતરો નથી. એની નાતનો હું છું એમ
જાણ. સ્તુતિમાં પણ આવે છે કે હે તીર્થંકર દેવ! રાગને વિકારને ને સંયોગને મારા
સ્વભાવમાં એકત્વ ન કરવા એ આપના કુળની રીત છે. આપે રાગને ને સંયોગને
સ્વભાવમાં મેળવ્યા નથી અને અમે આપના ભગત છીએ માટે અમે પણ દયા-દાન-
વ્રત ભક્તિના વિકલ્પને ને સંયોગને આત્મામાં નહીં આવવા દઈએ, એકપણે થવા નહીં
દઈએ. પ્રભુ! અમે પણ આપના જેવા છીએ તો અમે એ રાગાદિને સ્વભાવમાં એકપણે
કેમ થવા દઈએ?-એમ સ્તુતિમાં પણ આવે છે.
ભગવાન આત્મા કોણ છે? એની પર્યાય શું છે? અલ્પજ્ઞ પર્યાયની હદ શું છે?
વિકારમાં સ્વરૂપની સ્થિતિ શું છે? એને જાણ્યા વિના આત્માનો પત્તો ક્યાંથી લાગે?
ભાઈ! તારા સ્વરૂપની પૂરણતામાં અપૂરણતા કેમ કહેવી? તારા સ્વરૂપને વિકારવાળું
કેમ કહેવું? તારા સ્વરૂપને સંયોગના સંબંધવાળું કેમ કહેવું? ભાઈ! સંબંધ વિનાનો,
વિકાર વિનાનો,