Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 238
PDF/HTML Page 58 of 249

 

background image
પરમાત્મા] [૪૭
सुद्धप्पा अरु जिणवरहं भेउ म मिं पि वियाणि ।
मोक्खहं कारणे जोइया णिच्छईं एउ विजाणि।। २०।।
જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન.
ર૦.
આહાહા! આમાં તો એકલા માખણ ભર્યા છે. ગળ્‌યા સાટા પીરસ્યા છે! દાંત
વિનાના છોકરાય ખાય, દાંતવાળા છોકરાય ખાય, યુવાન પણ ખાય ને વૃદ્ધો પણ
ખાય-એવા સાટા પીરસ્યા છે!
હે યોગી એટલે કે જેને પોતાના સ્વરૂપની કિંમત ભાસી છે એવા હે યોગી!
પોતાના આત્મામાં જે જિનેન્દ્રમાં કોઈ ભેદ ન સમજો. અંતર વલણમાં જ્યાં વીતરાગી
ચૈતન્યની કિંમત થઈ છે, રાગના ભાવથી જ્યાં ભગવાન આત્માને જુદો જાણ્યો છે,
એવા હે યોગી! આત્મામાં ને પરમાત્મામાં જરીયે ભેદ ન જાણ.
સર્વજ્ઞ પરમાત્મા વીતરાગ દેવ પોતાના જ્ઞાનમાં જ્ઞાનથી બધું જેમ ભિન્ન છે તેમ
જાણે છે-એ સર્વજ્ઞમાં ને તારામાં કાંઈ ફેર નથી. તું પણ જાણનાર જ્ઞાનસ્વરૂપી પ્રભુ જ
છો. સર્વજ્ઞદેવ સર્વજ્ઞની પર્યાય દ્વારા જાણે છે ને તું અલ્પજ્ઞ પર્યાય દ્વારા સર્વજ્ઞપદને
લક્ષમાં લઈને જાણવાનું કામ કરે છે. માટે સર્વજ્ઞમાં ને તારામાં કાંઈ ફેર નથી.
વસ્તુસ્વભાવ જ એવો છે માટે તારામાં ને સર્વજ્ઞમાં ભેદ ન જાણ, જુદા ન પાડ!
સમ્યગ્જ્ઞાનદીપિકામાં કહ્યું છે કે એક ક્ષણ પણ સિદ્ધ પરમાત્માથી જુદો પાડે તે મિથ્યાદ્રષ્ટિ
સંસારી છે. કેમ?-કે એક ક્ષણ પણ સિદ્ધ પરમાત્માથી પોતાને જુદો માને છે તેણે રાગ ને
વિકલ્પની એકતા માની છે, રાગનો ને પરનો કર્તા થઈને ત્યાં રોકાયો છે, તેથી વીતરાગ
પરમાત્માથી એક ક્ષણ પણ જુદો રહ્યો તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ સંસારી નિગોદગામી છો!
સર્વજ્ઞ જિનેશ્વરદેવ પણ જાણે....જાણે...ને...જાણે, ભલે પૂરણ પર્યાય દ્વારા જાણે
પણ જાણે...જાણે ને જાણે છે અને તું અલ્પજ્ઞ પણ પૂરણ સ્વભાવના આશ્રયે જાણે છે.
જેમ જિનેન્દ્ર પણ રાગાદિના કર્તા નથી તેમ તું પણ રાગાદિ આવે તેનો કર્તા નથી-
જિનેન્દ્રદેવને રાગાદિ છે નહીં ને કર્તા નથી અને અહીં નીચલી ભૂમિકામાં રાગાદિ છે
પણ તારા સ્વરૂપમાં નથી ને રાગનો કર્તા છો જ નહીં. માટે કહે છે કે જિનેન્દ્રમાં ને
તારા સ્વરૂપમાં કાંઈ પણ ભેદ ન જાણ! જુદા ન પાડ!
સર્વજ્ઞ પરમાત્માથી પોતાને જુદો જે પાડે તે રાગનો કર્તા થાય છે, તે આત્મા
રહેતો નથી. જેમ જેના અન્ન જુદા તેના મન જુદા, તેમ પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ
પરમેશ્વર સ્વરૂપી હું આત્મા છું-એવી જેને અંતરમાં પ્રતીત થઈ છે તેણે આત્મા
રાગવાળો માન્યો નથી તેથી તે પરમાત્માથી જુદો પડયો નથી. પરંતુ જેણે પોતાને
પરમાત્માથી જુદો પાડયો છે તે રાગ મારો ને પર મારા એમ પરમાત્માથી જુદો પડીને
પરમાં-ચાર ગતિમાં રખડશે.