Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 73 of 238
PDF/HTML Page 84 of 249

 

background image
પરમાત્મા] [૭૩
જે કોઈ આત્મા નિર્મળ આનંદકંદ, શુદ્ધ જ્ઞાનઘન પ્રભુને જાણે છે, નિર્મળ શુદ્ધ
ચિદ્ઘન વસ્તુને અનુસરીને નિર્વિકલ્પ વડે આત્માને અનુભવે છે, નિર્વિકલ્પ એટલે
રાગની મલિનતાની વિપરીત દશા વિના નિર્મળાનંદ પ્રભુને નિર્મળ અનુભવથી જે
અનુભવે છે, એને વ્રત ને સંયમનો વ્યવહાર હો, પણ એ વસ્તુ સહિત છે તો એમાં
વ્યવહાર નિમિત્ત તરીકે ત્યાં કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન ને અનુભવ વિનાના વ્રતાદિ
હતા એ તો નિમિત્તપણે પણ કહેવામાં આવ્યા નથી. અહીં તો નિમિત્તપણું સિદ્ધ કરવું
છે. વ્રત-સંયમ-ઇન્દ્રિયદમન સહિત નિર્મળ આત્માનો અનુભવ કરે તો અલ્પકાળમાં શીઘ્ર
સિદ્ધ પરમાત્માનું સુખ પામે છે. પોતે આત્માના અંતર-અનુભવ વડે શુદ્ધ ચૈતન્યને
અનુભવે એની સાથે એને વ્રત, નિયમના નિમિત્તરૂપે વિકલ્પો વ્યવહાર હોય છે તો એ
બધું-વ્યવહાર ક્રમે ક્રમે છોડી એ પોતાના સિદ્ધ સુખને પ્રાપ્ત કરશે.
આ આત્મા કેવો છે એની એને ખબર નથી, જે કિંમત કરવા લાયક ચૈતન્યરત્ન
તેની કાંઈ કિંમત નહીં ને આ દેહ, વાણીની ક્રિયા ને દયા-દાનના પરિણામ જે કાંઈ
કિંમત કરવા લાયક નથી તેની એને કિંમત ને તેનો મહિમા; પણ સર્વજ્ઞ પરમાત્મા
વીતરાગ ત્રિલોકનાથ અનંત આનંદને પ્રાપ્ત થયા એ બધી નિર્દોષ દશાઓ
પરમાત્મસ્વરૂપે અંદર આત્મામાં પડી છે એવો નિર્મળ ભગવાન આત્મા છે એની એને
કિંમત નથી. વર્તમાન શાશ્વત ધ્રુવ નિર્મળ ભાવ પડયો છે એની અંતરદ્રષ્ટિ ને આચરણ
જેને છે એને ભલે વ્રત-સંયમ નિમિત્ત તરીકે હો, રાગની મંદતા તરીકે વ્યવહાર-
આચરણ હો પણ ખરું મોક્ષનું કારણ જે છે તેની સાથે આ હોય છે એટલે ધીમે ધીમે
આને છોડી દઈને કેવળજ્ઞાનને સિદ્ધસુખને પામશે. નિમિત્તપણું હોય છે, સ્વરૂપના શુદ્ધ
ઉપાદાનના શ્રદ્ધા જ્ઞાન ને આચરણની ભૂમિકામાં, પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ નથી તેથી
થોડી અશુદ્ધતાનો તે ભૂમિકાને યોગ્ય વ્યવહાર-રાગની મંદતા હોય છે, એને નિમિત્ત
તરીકે કહેવામાં આવે છે. ચોથે ગુણસ્થાને પણ આત્માનુભવ હોય છે પણ જ્યાં વિશેષ
સ્થિરતા છે ત્યાં વ્રત-નિયમના આવા પરિણામ હોય એને તો વિશેષ સ્થિરતા હોય છે
એમ અહીં બતાવવું છે.
જ્યાં આ આત્મા અંદર પોતાના પંથે ચડયો છે પણ જ્યાં સુધી વ્રતના
પરિણામ-વિકલ્પ, જોઈએ એવી ભૂમિકા યોગ્ય સ્થિરતા નથી થઈ ત્યાં સુધી એને ઉગ્ર
આચરણ રૂપી સાધુપણું હોતું નથી અને જ્યાં ઉગ્ર આચરણ હોય છે ત્યાં આવા
પંચમહાવ્રતના વિકલ્પો હોય છે-એમ વાત સિદ્ધ કરે છે. આવું જિનેન્દ્ર ભગવાનનું કથન
છે. જિનેન્દ્રદેવ વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સો ઇન્દ્ર દ્વારા પૂજનિક, સમવસરણના
નાયક, લાખો સંતોના સૂર્ય-ચંદ્ર, લાખો સાધુરૂપી તારા એમાં આ ચંદ્ર એના મુખેથી આ
વાણી આવી છે. અહીં તો સ્વરૂપનું અજ્ઞાન અને રાગ-દ્વેષની અસ્થિરતા જે પડી છે
એને સ્વભાવના ભાને ટાળી શકાય છે, એમ વાણીમાં આવ્યું છે.
વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ સમવસરણ સભામાં આમ કહેતા હતા
ભગવાન આત્મા અનંત ચૈતન્ય આનંદના રસથી ભરેલો પ્રભુ છે, એની જેને અંતરમાં
અનુભવની