Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 72 of 238
PDF/HTML Page 83 of 249

 

background image
૭ર] [હું
આદિ દશાને અરિહંત-સિદ્ધપણાને પામે એ બધી નિર્મળદશાની ખાણ તો આત્મા છે, એ
કાંઈ દશા બહારથી આવતી નથી. ભગવાન આત્મા એક સમયમાં સત્ સત્ સત્ ચિદ્
આનંદ ચિદ્ જ્ઞાન આદિ શક્તિઓનો રસકંદ એનો જ્યાં અંતર આદર નથી, સન્મુખ
નથી, સાવધાની નથી, રુચિ નથી, તેને જ્ઞેય કરીને તેનું જ્ઞાન નથી, તેમાં ઠરતો નથી,
ત્યાં સુધી બધા બહારના વ્રત-તપ આદિ ચાર ગતિમાં રખડવાના કારણ છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી શોભિત તત્ત્વ છે. એની અંતરમાં એકાગ્ર
થઈને અતીન્દ્રિય આનંદના શાંતિનો સાગરો ઊછળે એને તપ કહે છે. જેમ મેરૂથી સોનું
શોભે એમ ભગવાન આત્માની એકાગ્રતાથી એની દશામાં અતીન્દ્રિય આનંદની ભરતી
આવે એનું નામ તપ કહે છે, જે જાતનો ભાવ આત્માનો છે તે જાતનો ભાવ તેની
દશામાં પ્રગટ થાય તેને મોક્ષનો માર્ગ કહે છે. એ જાતના ભાવથી વિપરીત ભાવ એ
બધા સંસાર ખાતે પુણ્ય ખાતે છે. પ્રભુ અનંત ગુણોનો આતમરામ છે, એની સન્મુખ
થઈને એનું જ્ઞાન એની પ્રતીત ને આચરણ એ સંવર ને નિર્જરા છે. એનાથી જેટલા
વિમુખભાવ-સમ્યગ્દ્રષ્ટિના વિમુખ ભાવ એ પણ બંધનું કારણ છે.
બધું જાણ્યું પણ ભગવાન જાણ્યો નહીં, મહા પ્રભુ, ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા
એક સેકન્ડના અસંખ્ય ભાગમાં વસ્તુ તરીકે અરૂપી આનંદઘન ચૈતન્ય છે, એમાં શાંત
વીતરાગતાના રત્નો અનંત ભર્યા છે એવા ચૈતન્યરત્નની અનુભવ દ્રષ્ટિ વિના એટલે કે
તેની કિંમત ને બહુમાન કર્યા વિના જેટલા વ્રત-તપ આદિ કરવામાં આવે એ સંસાર
ખાતે છે. વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જેને પર્યાયમાં અવસ્થામાં
સ્વભાવના અંતર આશ્રય વડે પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ, ત્યારે
ભગવાનની ઈચ્છા વિના વાણી નીકળી. એ વાણીમાં જે આવ્યું એને સંતો અહીં ફરમાવે
છે. યોગીન્દ્રદેવ દિગમ્બર મુનિ જંગલવાસી-વનમાં રહેતા હતા. એમણે કહ્યું કે-ભાઈ!
તારી ચીજના અજાણ અને પરચીજના ભ્રમણવાળા ગમે તેવા પુણ્યના ભાવ હો એ
તારા આત્માને બંધનને માટે ને રખડવા માટે છે, છૂટવા માટે નથી.
વ્રત-તપ-સંયમ-ઇન્દ્રિયદમન ને મૂળગુણ, એકવાર આહાર લેવો આદિ કરે પણ
જે આત્માના શુદ્ધ ચિદાનંદના અજાણ છે એને મોક્ષ નથી કહ્યો, એને સંવર-નિર્જરા
કહ્યા નથી. જ્યાં સુધી ભગવાન આત્મા પવિત્ર છે એનું સમ્યગ્દર્શન ને અનુભવ ન
હોય ત્યાં સુધી આ બધા ફોગટ છે, એકડા વિનાના મિંડા છે, રણમાં પોક મૂકવા જેવા
છે. ર૯.
હવે ૩૦ મી ગાથા કહે છેઃ- -
जइ णिम्मल अप्पा मुणइ वय–संजुम–संजुत्तु ।
तो लहु पावइ सिद्धि–सुह इउ जिणणाहहं उत्तु ।। ३०।।
જે શુદ્ધતમ અનુભવે, વ્રત-સંયમ સંયુક્ત,
જિનવર ભાખે જીવ તે, શીઘ્ર લહે શિવસુખ. ૩૦.