એક હોય ત્રણ કાળમાં, ‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ,’ કાંઈ બે માર્ગ હોય
નહીં. સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ વીતરાગદેવે કહેલો જે નિશ્ચય સ્વ-આશ્રય માર્ગ તે એક જ
મોક્ષનો માર્ગ છે. પરાશ્રય તે મોક્ષમાર્ગ હોય જ નહીં.
वे छडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।। ३२।।
બે તજી જાણે આત્માને, તે પામે શિવવાસ. ૩ર.
આચાર્યદેવ કહે છે કે પુણ્ય કરીશ તો આ સ્વર્ગ આદિ ધૂળ મળશે ને પાપ કરીશ તો
નરકમાં જઈશ. હિંસા-જૂઠું-ચોરી-ભોગ-કામ-ક્રોધ-વાસના-મહા વિષયવાસના-વિકાર,
પરસ્ત્રી લંપટપણા, દારૂ માંસના ખાવાના ભાવ હશે તો નરકમાં જઈશ. પરંતુ બન્નેને
છોડીને આત્માનું શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્ર કરીશ તો મોક્ષે જઈશ.
આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિ
ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી.
“અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો....હવે
મારું શું થશે!” એમ ડર નહિ, મુંઝા નહિ, હતાશ
થા નહિ.....એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ.....સ્વભાવનો
મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ.