Hoon Parmatma (Gujarati). Pravachan: 13.

< Previous Page   Next Page >


Page 76 of 238
PDF/HTML Page 87 of 249

 

background image
૭૬] [હું
[પ્રવચન નં. ૧૩]
નિજ પરમાત્માનો અનુભવ
તે એક જ મોક્ષનું કારણ જાણ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ર૦-૬-૬૬]
પહેલાં ૩૧ મી ગાથામાં આવ્યું હતું કે વ્યવહારચારિત્ર નિરર્થક છે અર્થાત્
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના એકલા વ્યવહારતપ કાંઈ કાર્યકારી નથી. ૩૦મી
ગાથામાં નિશ્ચય ને વ્યવહાર સાથે કહ્યા હતા. એટલે કે જ્યાં નિર્મળ આત્માના શ્રદ્ધા-
જ્ઞાન ને શાંતિ હોય ત્યાં નિમિત્તરૂપે વ્રતાદિ હોય છે. છતાં તે વ્રતાદિ મોક્ષમાર્ગ નથી.
તથા ર૮મી ગાથામાં, આ ત્રિલોક પૂજ્ય જિનસ્વરૂપી આત્મા ત્રણ લોકમાં આદરણીય છે
ને મોક્ષનું કારણ છે એમ આવ્યું હતું.-આમ કહીને હવે તેનું ફળ બતાવે છેઃ-
पुणि्ंण पावइ सग्ग जिउ पावएं णरय–णिवासु ।
बे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।। ३र।।
પુણ્યે પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ;
બે તજી જાણે આત્મને, તે પામે શિવવાસ. ૩ર.
જીવ પુણ્યથી એટલે કે દયા, દાન, શીલ, સંયમ ને વ્રતાદિથી-એ બધા વ્યવહાર
ભાવથી સ્વર્ગ પામે છે, અને તેથી એને સંસારના કારણ કહ્યાં છે. ‘પાપે નરક
નિવાસ’-પાપથી નરકમાં નિવાસ થાય છે-આમ પુણ્ય ને પાપ-બેય દુઃખરૂપ એવા
સંસારના કારણ છે. ‘બે તજી જાણે આત્માને’-શુભાશુભ ભાવને તજીને એટલે કે તેની
રુચિને છોડીને-તેનો આશ્રય છોડીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સન્મુખ થઈને તેનો
આશ્રય લે તો શિવવાસ પામે. અર્થાત્ પુણ્ય-પાપને છોડીને આત્માનો અનુભવ કરે તો
મુક્તિ થાય.
નિશ્ચય હોય ત્યાં વ્યવહાર સાથે હોય છે. પણ એકલો વ્યવહાર નિરર્થક-અકૃતાર્થ
છે તેમ કહે છે. જુઓ! એકલા વ્યવહારરત્નત્રયને નિરર્થક કહ્યા છે, કેમ કે જ્યાં
ઉપાદાન-આત્માના શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ હોય ત્યાં તેવા ભાવને નિમિત્ત કહેવાય છે. પણ
જ્યાં ઉપાદાન ન હોય ત્યાં નિમિત્ત કેમ કહેવાય? તો અહીં કહ્યું કે દયા, દાન, પૂજા,
ભક્તિ ને વ્રતાદિના પરિણામથી જીવ સ્વર્ગમાં જાય છે ને હિંસા, જૂઠું, ચોરી આદિ
પાપના પરિણામથી નરકમાં જાય છે. પરંતુ તે બેયને છોડે તો શિવમહેલમાં જાય.
શિવમહેલ એટલે આત્માની મુક્તદશા-પરમાનંદરૂપી દશા અને તે પુણ્ય-પાપ છોડીને
આત્માનો અનુભવ કરે તો થાય. પણ પુણ્યની ક્રિયાથી કાંઈ મુક્તિ થતી નથી.