विवहारेण य उत्तिया ते जाणियहि पयत्त ।। ३५।।
ભાખ્યાં તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન.
વ્યવહારે કહ્યાં છે. પણ વ્યવહારે કહ્યાં એટલે?-કે આત્માથી ભિન્ન અને ભેદરૂપ તત્ત્વ છે
તેથી તેને વ્યવહારે નવતત્ત્વ આદિ કહેવામાં આવ્યા છે. આત્મા નિશ્ચયથી તો અખંડ
અભેદ આનંદની મૂર્તિ છે. તેનો આશ્રય કરવો ને તેની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે
નિશ્ચય છે. પણ નિશ્ચયમાં જેનો નિષેધ થાય છે તે ચીજ શું છે? નિશ્ચયથી તો આત્મા
અનંત ગુણનો પિંડ શુદ્ધ એકરૂપ વસ્તુ છે. તે નિશ્ચય કે જેના આશ્રયથી આત્માનો
સાક્ષાત્કાર થાય. પણ જ્યારે નિશ્ચય આમ છે ત્યારે બીજો વ્યવહાર છે કે નહીં? સાત
તત્ત્વ નવ પદાર્થો અને છ દ્રવ્યો છે, છ પ્રકારના દ્રવ્યો છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ
અને કાળ તથા અનંતા પુદ્ગલ પરમાણુ અને અનંતા જીવ તે બધા એક સ્વરૂપના
નિશ્ચયની અપેક્ષાએ ભેદરૂપ અથવા અનેકરૂપ થયા માટે તેને વીતરાગે વ્યવહાર કહ્યો છે.
વ્યવહાર કહ્યો છે, તે વ્યવહાર ન જાણે તેને નિશ્ચય હોય નહીં. નિશ્ચય અભેદરૂપ છે
ત્યારે ભેદરૂપ શું છે? ચૈતન્યથી અન્યરૂપ શું છે? આત્મા શુદ્ધ અભેદ છે ત્યારે તેમાં
પુણ્ય-પાપનો આસ્રવભાવ, બંધભાવ એ આત્માથી વિપરીતરૂપ ભાવ અન્ય છે. તેનું
પણ જ્ઞાન કરવું જોઈએ ને આત્માના અભેદ સ્વરૂપની દ્રષ્ટિ કરતાં ભેદ વીતરાગે કહ્યાં
છે. તેને જાણવા જોઈએ. અહીં જાણવાની વાત છે. સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત અનંત
ગુણોનું એકરૂપ એવો જે આત્મા તે નિશ્ચય છે. ત્યારે વ્યવહાર કહ્યો તે કેવો છે? છ
દ્રવ્ય, નવ પદાર્થ, સાત તત્ત્વ જિને કહ્યાં તે બરાબર જાણવા