Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 80 of 238
PDF/HTML Page 91 of 249

 

background image
૮૦] [હું
આત્માના ભાન વિના-સમ્યગ્દર્શન વિના. માટે આચાર્યદેવ ફરમાવે છે કે વ્યવહારને
છોડીને આત્માનો અનુભવ કર તો મોક્ષનગરમાં પહોંચીશ. અહા ભાઈ! તું ધીરો થા.
ધીરો થા. તારા સ્વભાવમાં અનંત અનંત આનંદના સાગર ડોલે છે. તેની શ્રદ્ધા, જ્ઞાન
ને સ્થિરતા કરતા અલ્પકાળમાં તારી મુક્તિ થશે. આ સિવાય મુક્તિનો બીજો કોઈ
ઉપાય નથી. પુણ્યભાવ પણ તને મદદ કરે તેમ નથી. તે તો તને અટકાવનારા છે. માટે
તેને છોડ.
‘આત્મભાવથી આત્માને જાણે’ અર્થાત્ ભગવાન આત્મા પોતાને રાગ રહિત
નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાનથી જાણે. ને ‘તજી પરભાવ’ એટલે કે દયા, દાન, વ્રતાદિના
પરિણામ કે જે બંધના કારણ છે તેને છોડે તો તે ‘અવિચળ શિવપુર જાય.’- શિવપુરને
પામે છે. નહીંતર ચાર ગતિમાં રખડશે.-આમ જિનવર કહે છે.
છઢાળામાં આવે છે ને કે ‘લાખ વાતની વાત, નિશ્ચય ઉર આણો.’ અહા!
ચૈતન્યરત્નાકરમાં આનંદ, શાંતિ આદિ અનંત અનંત રત્નો ભર્યા છે. આવા
આત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતા કર તો તે દ્વારા તને અલ્પકાળમાં મુક્તિ થશે.
જેમ કૂતરાને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ
વારંવાર ત્યાં જ ગયા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત
કરવો છે, તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા
કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજી ધૂન તો
અનંતકાળથી ચડી ગઈ છે તો એકવાર આત્માની ધૂન
તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર! વારંવાર
અંતર્મુખનો પ્રયત્ન કર તો જરૂર તને આત્માની
પ્રાપ્તિ થશે.
- પૂજ્ય ગુરુદેવ