શુદ્ધાત્માની પ્રતીતિ, અનુભવ વિના બધી શુભાચરણની ક્રિયા મડદું છે-તેમાં જીવન
નથી. પરમાત્મપ્રકાશમાં પણ આવે છે કે જેમ જીવ વિનાનું શરીર અપૂજ્ય છે-મડદું છે.
તેમ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન વિના બધા વ્યવહાર વ્રતાદિ
મડદાં છે, અપૂજ્ય છે. સમ્યગ્દર્શન વિના બધા પ્રાણી ચાલતા મડદાં છે, ને આત્માના જે
ચૈતન્યપ્રાણ, આનંદપ્રાણ, ભાવપ્રાણ છે તેની પ્રતીત, તેનું જ્ઞાન ને તેમાં રમણતા કરે તો
જીવતો થાય છે. વીતરાગ પરમેશ્વરના માર્ગમાં, વીતરાગસ્વરૂપ આત્માની વીતરાગી
દ્રષ્ટિ ને જ્ઞાનને જીવનું જીવન કહેવામાં આવે છે. તો એવા જીવના જીવન વિના લક્ષ્મી
વગેરેથી જે પોતાને મોટો માને છે તે મરી ગયેલું મડદું છે. તથા વ્યવહારના ભાવવાળા
હોવા છતાં જે શુદ્ધભાવથી રહિત છે તે પણ મડદું છે.
એકલા વ્રતાદિના ભાવ અમાન્ય-અપૂજ્ય છે. અહા! આ કાંઈ કોઈના ઘરની વાત નથી.
પણ સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરદેવ કે જેમને એક સેંકડના અસંખ્યમાં ભાગમાં ત્રણકાળ-
ત્રણલોક જાણ્યા છે તેમની દિવ્યવાણીમાં આ આવ્યું છે. અનંતા તીર્થંકરોની વાણીમાં આ
આવ્યું છે કે અખંડાનંદ પ્રભુ આત્માની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા તે ત્રિલોકમાં સાર છે. ને
તે વિનાના બધા વ્રતાદિ-તપાદિ અપૂજ્ય-અમાન્ય છે. એટલે કે કાઢી નાખવા લાયક છે.
પણ જીવમાં ભેળવવા લાયક નથી. રાગરૂપી મડદું ચૈતન્યમાં ભળી શકે જ નહિ.
सो पावइ सिवपुरि–गमणु जिणवरु एम भणेइ ।। ३४।।
જિનવર ભાખે જીવ તે. અવિચળ શિવપુર જાય. ૩૪.
નિર્મળ ને પરમાનંદસ્વરૂપી આત્માનો આશ્રય લઈને વ્યવહારના જે વિકલ્પો છે તેને
છોડ. કેમકે આત્માને સાધવામાં તે બિલકુલ સહાયક નથી. માટે શુભભાવનો આશ્રય
છોડે ને આત્માનો અનુભવ કરે તો ધર્મ થાય. અહા! રાગના લોભિયાને વીતરાગી વાતુ
આકરી પડે એવી છે. વીતરાગ પરમાત્માની તો વીતરાગી વાતુ છે કે પુણ્ય-પાપ બેય
તડકા છે. જ્યારે ભગવાન આત્મા શાંત-શીતળરસથી ભરેલો છે.
એટલા ભવો કર્યા છે. ભાઈ! રખડી રખડીને દુઃખી થઈ ગયો છો. અને તે પણ એક