Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 83 of 238
PDF/HTML Page 94 of 249

 

background image
પરમાત્મા] [૮૩
હોતા નથી. તે છ દ્રવ્ય અને છ દ્રવ્યને જાણનારી જ્ઞાનની એક સમયની પર્યાય-એવું
અન્ય દર્શનમાં ક્યાંય હોતું નથી અને છતાં એક સમયમાં છ દ્રવ્ય જણાય તે છ દ્રવ્યનો
નિષેધ ને એક સમયની પર્યાય જાણે તેનો નિષેધ! આહાહા! એક સમયમાં અભેદ
પૂર્ણાનંદનો આશ્રય તે નિશ્ચય છે તે વ્યવહારનું જ્ઞાન કરવા લાયક છે. નવ તત્ત્વ આદિનું
જ્ઞાન કરવા લાયક છે પણ આશ્રય કરવા લાયક નથી, પણ એને જાણવા લાયક છે.
ત્રણ લોકના નાથ ભગવાન જગતમાં છે, દેવ-શાસ્ત્ર-ગુરુ જગતમાં છે, તેનું
જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન છે, નિશ્ચયમાં તો સ્વચૈતન્યમૂર્તિ ભગવાન અખંડાનંદ પ્રભુ પૂરણ
શુદ્ધ છે, તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. બહુ ન્યાયથી વાત મૂકેલ છે. હવે
કહે છે કે--
सव्व अचेयण जाणि जिय एक्क सचेयणु सारु
जो जाणेविणु परम–मुणि लहु पावइ भवपारु ।। ३६।।
શેષ અચેતન સર્વ છે, જીવ સચેતન સાર,
જાણી જેને મુનિવરો, શીઘ્ર લહે ભવપાર.
૩૬.
ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ કહે છે કે હે જીવ! પુદ્ગલાદિક પાંચે દ્રવ્ય-
પરમાણુ, ધર્મ-અધર્મ-આકાશ ને કાળ તે બધા અચેતન છે. શરીર, વાણી, કર્મ બધું જડ
અચેતન છે, તેમાં ચેતનભાવ નથી. ચેતનભાવ સર્વજ્ઞપ્રભુ આત્મામાં છે. એક ભગવાન
આત્મા સચેતન છે. સર્વજ્ઞસ્વભાવી આત્મામાં ચેતનભાવ છે. પહેલાં વ્યવહારનું જ્ઞાન
કરાવ્યું પણ હવે જેમાં ચેતનપણું ભર્યું છે, એટલે કે જેમાં જ્ઞસ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ ભર્યો
છે, તે એક જ આ આત્મા છે તેમ કહે છે. બધાં છે તેને જાણનાર જ્ઞાનની પર્યાય છે.
પણ આખો આત્મા કે જેમાં સર્વજ્ઞપદ પડયું છે તેને જાણવાની તાકાત જ્ઞાનમાં છે,
જાણનારી જ્ઞાનની દશા છે. પણ એવી અનંતી જ્ઞાનદશાઓનો ચેતનપિંડ એકલો આત્મા
છે. તે સચેતન સર્વજ્ઞ આત્મા છે તેને તું આત્મા જાણ. બીજા સર્વે જે છે તે અચેતન
અને સચેતન છે. બીજા આત્માઓ ભલે સચેતન હો પણ તારા માટે સચેતન નથી.
તારા સિવાયના બધા ચેતન આ આત્મામાં ક્યાંય નથી. બીજા પાંચ દ્રવ્યમાં જ્ઞાન નથી
અને બધાનું જેને જ્ઞાન છે, તેવો આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, તે એક પરમ પદાર્થ
ભગવાન આત્મા સાર છે, સ્વરૂપની એકતા કરવી તે યોગસાર છે. ભગવાન આત્માનો
ચેતન સ્વભાવ તે તેનો સાર છે. આ તો મુનિઓની મસ્તીની વાત છે. જાણનાર,
જાણનાર, જાણનાર તે એક સાર છે. તેને જાણ તો તારું કલ્યાણ થશે, તે સિવાય તારું
કલ્યાણ નહીં થાય. જાણ એટલે અનુભવ કર. તેને જાણીને અલ્પકાળમાં મુનિઓ, સંતો,
ભવનો પાર પામી જાય છે. સંસારનો અંત લાવવાનો ઉપાય ભગવાન આત્માનો
અંતર્મુખ અનુભવ કરવો તે જ છે. તેથી અમે પણ આવ્યું કે વચ્ચે દયા-દાન આદિ
વિકલ્પો આવે તે મુક્તિનો ઉપાય નથી.
પ્રશ્નઃ- નજરે દેખાય તો સાચું મનાય ને?
સમાધાનઃ-શી રીતે દેખવું? આંખ ઉઘડે તો દેખાય ને? જેમ ઓરડામાં એક જ