જ્ઞાનસ્વભાવ તેમાં સર્વજ્ઞસ્વભાવ આવી ગયો. આત્મા આખો જ્ઞાનસ્વરૂપ છે તેને જાણ!
ધરનાર-રાગનો ધરનાર નથી પણ જાણનસ્વભાવી છે.
તું જાણ! અનુભવ કર! એકલા જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવાથી તને મુક્તિ મળશે.
આત્માને જાણવાનું કહેતાં તેમાં પ્રતીત, સ્થિરતા ને આનંદનો અંશ આદિ બધું આવી
જાય છે. ‘જાણ’! જાણવામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આખો મોક્ષમાર્ગ આવી
ગયો. કેવળજ્ઞાનસ્વભાવી કેમ કહ્યો? કે જ્ઞાનગુણમાં જ બીજા અનંત ગુણોનો પ્રતિભાસ
થાય છે. તે જ્ઞાનથી જ બીજા ગુણોનું ભાન થાય છે પણ બીજા ગુણોના ભાનથી તેનું
જ્ઞાન થાય છે એમ નથી. બીજા ગુણો અસ્તિત્વ રાખે છે પણ તેઓ બીજા ગુણોને
જાણતા નથી અને પોતે પોતાને પણ જાણતાં નથી. જ્યારે જ્ઞાનગુણ તો એવો છે કે
પોતાને જાણે છે ત્યારે બીજા બધાં ગુણો આવા છે એમ જાણી લે છે. આનંદનો
અનુભવ થાય પણ જાણે છે તો જ્ઞાન કે આ આનંદનો અનુભવ છે. તેમ સમ્યગ્દર્શન
પોતાને નથી જાણતું પણ જ્ઞાન જાણે છે કે આ સમ્યગ્દર્શન છે. દરેક આત્મા
સર્વજ્ઞસ્વભાવી છે. જ્ઞાન કહેતાં દરેક ગુણનું જ્ઞાન આવી ગયું.
જેથી બહારમાં ફેરફાર દેખાય? શું કહ્યું? વાણી-શરીરમાં આત્મા નથી તો તેનો ફેરફાર
બહારમાં ક્યાંથી દેખાય? જ્ઞાનસ્વરૂપી આત્મા એનો ફેરફાર તો એ જ્યાં છે ત્યાં દેખાય
એની ક્રિયાનો પલટો એની દશામાં દેખાય. બહારની ક્રિયાથી એ ન જણાય-એનું માપ
ન આવે. જ્ઞાની બહારની ક્રિયામાં લડાઈમાં લડતો દેખાય, પણ અંદરમાં તો રાગનું
સ્વામીપણું છોડી આત્માનું સ્વામીપણું કરીને બેઠો છે. જ્યારે અજ્ઞાની બહારમાં બધાં
સંયોગો છોડી દે છે છતાં અંદર બધાનું સ્વામીપણું તો પડયું છે. તેથી તે બધાં
સંયોગોની વચ્ચે જ બેઠો છે, કાંઈ છૂટયું નથી. તેથી કહે છે કે હે જીવ! જો તું શિવલાભ
ઈચ્છતો હોય તો કેવળજ્ઞાનસ્વભાવી આત્મતત્ત્વને જાણ.
हल सहि कलहु केण समाणउ जहिं कहिं जोवउ तहिं अप्पाणउ ।। ४०।।