Hoon Parmatma (Gujarati). Pravachan: 15.

< Previous Page   Next Page >


Page 86 of 238
PDF/HTML Page 97 of 249

 

background image
૮૬] [હું
[પ્રવચન નં. ૧પ]
હે જીવ!
કેવળજ્ઞાનસ્વભાવી નિજ પરમાત્માને જાણ
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૨૨-૬-૬૬]
जीवाजीवह भेउ जो जाणइ तिं जाणियउ ।
मोक्खहं कारण एउ भणइ जोइ जाइहिं भणिउं ।। ३८।।
જીવ-અજીવના ભેદનું જ્ઞાન તે જ છે જ્ઞાન;
કહે યોગીજન યોગી હે! મોક્ષ હેતુ એ જાણ. ૩૮.
હે ધર્મી! હે યોગી! જડ અને ચૈતન્ય બન્ને તદ્ન જુદા છે-એમ જો ભેદજ્ઞાન
કરીશ અથવા પોતાને શુદ્ધ જ્ઞાન ને આનંદમય સ્વરૂપે જોઈશ અને રાગ દ્વેષ-કર્મ
આદિને અજીવ સ્વરૂપે જોઈશ તો મોક્ષનું કારણ પ્રગટ થશે. આહા જીવ અજીવનો ભેદ
જાણ એટલે કે જીવ તે શુદ્ધ જ્ઞાન આનંદાદિ સ્વરૂપે છે અને રાગ, કર્મ શરીર આદિ
બધા અજીવ છે-એમ જાણવું. જીવ અને અજીવનો અનાદિ સંબંધ છે, કેમકે બેનો સંબંધ
ન હોય તો બંધ જ ન હોય. વળી જ્યારે બેનો સંબંધ તૂટે ત્યારે મુક્તિ થાય. માટે આ
બેનું જ્ઞાન બરાબર કરવું. આ જ મોક્ષનું કારણ છે. જીવ-અજીવનું ભેદજ્ઞાન તે જ
મુક્તિનું કારણ છે. એમ ભગવાને કહ્યું છે.
“ભેદજ્ઞાન તે જ્ઞાન છે બાકી બૂરો અજ્ઞાન.” આત્મા અને જડ ભિન્ન છે ને?
કેમ કે તે ભિન્ન ન હોય તો, સંબંધનો બંધ અને બંધના અભાવરૂપ મુક્તિ કોઈ રીતે
સિદ્ધ નહિ થાય. તેથી બન્નેના સ્વરૂપ, લક્ષણ, ભાવ જુદા છે એમ બરાબર ભિન્ન જાણે
તો તેને મોક્ષનું કારણ એવા આત્મસ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય. આમ
ભગવાને કહ્યું છે.
આત્મા રાગાદિ પરથી જુદો છે અને પોતાના શુદ્ધ સ્વભાવથી અભેદ એક છે
એવું ભેદજ્ઞાન કરે તો સ્વભાવ સન્મુખતાની એકતા થાય ને પર સન્મુખતા જાય, એ
રીતે આત્મ-અનુભવ કરતાં મોક્ષ થાય.
હવે સાર કહે છે-જીવની ઓળખાણ આપે છેઃ-
केवल–णाण–सहाउ सो अप्पा मुणि जीव तुहुं ।
जह चाहहि–सिव–लाहु भणइ जोइ जोइहिं भणिउं ।। ३९।।
યોગી કહે રે જીવ તું, જો ચાહે શિવલાભ;
કેવળજ્ઞાનસ્વભાવી આ આત્મતત્ત્વને જાણ. ૩૯.