બીજા જડ નહીં, રાગ જીવ નહીં, એક સમયનો ભેદભાવ પણ ખરેખર જીવ નહીં, તે
જીવનું આખું સ્વરૂપ નહીં તે અપેક્ષાએ બધાં અજીવ! વ્યવહાર પણ અજીવ. આહાહા!
એક સમયની પર્યાય પણ આખો જીવ નહીં. વ્યવહારે જીવ તે પણ નિશ્ચયથી અણાત્મા
છે. એવા જીવ અજીવનું ભેદજ્ઞાન તેને મોક્ષનું કારણ જાણવું, તેમ ભગવાન કહે છે.
બંધમાં સંબંધ અજીવનો છે ને મોક્ષનો સંબંધ સ્વભાવ છે, તે બેને જાણવું જોઈએ. જ્ઞાન
બરાબર કરવું જોઈએ. એટલે જેને સંસાર, રાગ, બંધ તે પર છે, અને આત્મા જ્ઞાયક
સ્વ છે તેવું જ્યાં ભેદજ્ઞાન થાય તેને જ મુક્તિનું કારણ થાય છે, બીજાને મુક્તિનું કારણ
થતું નથી.
શરીરની અશુચિ તો ક્યાંય રહી ગઈ! અહીં તો
શુભરાગનો વ્યવહાર તેને પણ અશુચિ કહે છે.
અરે પ્રભુ! તારું કદી મરણ જ થતું નથી ને
કેમ ડરે છે? અતીન્દ્રિય આનંદમાં જા! પ્રભુ! તારે
શરીર જ નથી ને રોગથી કેમ ડરે છે? જન્મ જરા ને
રોગ રહિત ભગવાન આત્મા છે ત્યા જા!-એમ
જિનવર, જિનવાણી અને ગુરુ કહે છે. તું જન્મ,
જરા, મરણ, રહિત પ્રભુ છો ત્યાં દ્રષ્ટિ દે! તારે
જન્મ. જરા, મરણ રહિત થવું હોય તો જન્મ, જરા,
મરણ રહિત ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા! ત્યાં
દ્રષ્ટિ દઈને ઠર!