સમજાયો નથી ત્યાં વિદ્વાન પંડિતવર્ય શ્રીયુત હિંમતલાલ જે. શાહની મદદથી તેને યોથાયોગ્ય
સ્પષ્ટ કરવા અહીં પ્રયત્ન કર્યો છે. તેમની સહાય માટે હું તેમનો અત્યંત ઋણી છું.
આ અનુવાદ તેના યોગ્ય કાળે તેના કારણે પ્રગટ થાય છે, તેમાં પરમ અધ્યાત્મમૂર્તિ
પરમપૂજ્ય શ્રી કાનજીસ્વામીનો ધારાવાહી આધ્યાત્મિક પ્રસાદ શુભ નિમિત્તરુપ છે. એમ હું
વિનયભાવે સ્વીકારી તેઓશ્રીને સાભાર વંદન કરું છું. ભક્તામર-સ્તોત્રમાં કહ્યું છે કેઃ-
‘यत् कोकि लः कि ल मधो मधुरं विरौति,
तच्चाम्रचारुक लिकानिक रैक हेतुः। ’
ભાવ એ છે કે વસંતઋતુમાં કોયલ જે મધુરપણે ટહૂકે છે, તેમાં આંબાના મહોરની
ચારુ મંજરી એક હેતુ છે-નિમિત્તકારણ છે, તેમ આ ઇષ્ટોપદેશ કાવ્યમંજરીના ઉદ્ઘાટનમાં
ઉપરોક્ત મહા આત્મજ્ઞ સંતનો સદુપદેશ પણ નિમિત્ત છે. આથી તેઓશ્રી પ્રત્યે બહુમાન
દર્શાવવા સહજ પ્રેરણા થાય એ સ્વાભાવિક છે.
ધર્મવત્સલ મુરબ્બી માન્યવર શ્રીયુત રામજીભાઇ માણેકચંદ દોશી વકીલે તથા
સદ્ધર્મપ્રેમી સૌજન્યમૂર્તિ શ્રીયુત ખીમચંદભાઇ જે. શેઠે—બન્નેએ પોતાના અમૂલ્ય સમયનો
ભોગ આપી આ અનુવાદ બરાબર તપાસી લઇ જે માર્ગદર્શન કર્યું છે તે માટે હું તેઓશ્રીનો
અત્યંત આભારી છું, તેઓશ્રીની સહાય અને સહાનુભૂતિ વિના આ અનુવાદનું કાર્ય પ્રકાશમાં
આવવું મુશ્કેલ હતું.
બ્ર. ગુલાબચંદભાઇએ ‘ઇષ્ટોપદેશ’નો ગુજરાતી અનુવાદ તપાસી જઇ તેમાં યોગ્ય
સુધારો-વધારો કરી જે સુંદરતા આણી છે તથા છપાવવાના કાર્યમાં સલાહ-સૂચન અને મદદ
કરી જે વાત્સલ્યભાવ દર્શાવ્યો છે તે ભૂલી શકાય તેમ નથી. તેમનો પણ હું આભાર માનું
છું.
આ અનુવાદ-કાર્યના પ્રકાશનમાં જે સજ્જનો તરફથી મને પ્રત્યક્ષ યા પરોક્ષ
પ્રોત્સાહન અને સહાય મળી છે તે સર્વેનો હું સમગ્રપણે આભાર માનું છું.
અનુવાદક
છોટાલાલ ગુ. ગાંધી (સોનાસણ)
બી.એ.(ઓનર્સ). એસ.ટી.સી.
( 9 )