Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 160

 

background image
માતા-પિતા-પત્ની-પુત્ર
જેમના પિતાનું નામ શ્રી સલ્લક્ષણ હતું. તેઓ જૈનકુળના વાધેરમાલ વંશના હતા.
તેમની માતાનું નામ શ્રીરત્ની હતું.
તેઓ ‘સરસ્વતી પુત્ર’ બિરુદને યોગ્ય હતા. તેમની પત્નીનું નામ સરસ્વતી અને
તેમના એકના એક પુત્રનું નામ છાહડ હતું. તે અર્જુન રાજાનો મિત્ર હતો. તે પણ વિદ્વાન
અને ગુણવાન હતો.
પંડિતજી એ કાળના કાલિદાસ કવિ સમાન હતા તેઓ જન્મથી અસાધારણ પ્રજ્ઞાવાળા
હતા.
જ્યારે મ્લે.છ રાજા શાહબુદ્દિન ઘોરીએ પૃથ્વીરાજને હરાવી દિલ્હીમાં પોતાની
રાજધાની સ્થાપી, ત્યારે સપાદલક્ષ દેશમાં મુસલમાની રાજ્ય વ્યાપી ગયું. તે અરસામાં એટલે
સં. ૧૨૪૯માં મુસલમાનોના ત્રાસથી બચવા પોતાના પરિવાર સાથે સપાદલક્ષ દેશ છોડી
માળવાની રાજધાની ધારાનગરીમાં તેઓ આવી વસ્યા. તે વખતે માળવામાં પરમાર વંશના
પ્રતાપી રાજા વિન્ધ્યવર્માનું રાજ્ય હતું. ત્યાં ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરુષાર્થની સાધના
કરવાની સારી તક મળી.
ધારાનગરીમાં પં. ધરસેનના શિષ્ય પં. મહાવીર પાસે આશાધરજીએ જૈનેન્દ્ર
વ્યાકરણનું અધ્યયન કર્યું હતું. તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય અને ધર્મશાસ્ત્રાદિના વિષયમાં
પારંગત હતા અને તે તે વિષયોમાં સેંકડો શિષ્યોને તેમણે નિષ્ણાત બનાવ્યા હતા. તેઓ
ગૃહસ્થ હતા છતાં મોટા મોટા અનેક મુનિઓ તેમની પાસે વિદ્યાધ્યયન કરીને પોતાની
વિદ્યાતૃષ્ણા તૃપ્ત કરતા હતા.
તેમના રચેલા ગ્રન્થોમાં જિનયજ્ઞકલ્પ, સાગારધર્મામૃત અને અનગારધર્મામૃત-એ ત્રણ
ગ્રન્થો દિ. જૈન સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમણે પોતાના પિતાના આદેશથી ‘અધ્યાત્મરહસ્ય’
નામના આધ્યાત્મિક ગ્રન્થની પણ રચના કરી હતી.
તેમણે મૂલાચાર, ઇષ્ટોપદેશ, ભગવતી આરાધના, ભૂપાલ-ચતુવશતિ સ્તવન,
સહસ્રનામ સ્તવન, જિનયજ્ઞકલ્પદીપકા, ત્રિષષ્ઠિસ્મૃતિ આદિ ગ્રન્થોની ટીકાઓ રચી છે. તેમને
વૈદ્યકનું પણ ઉત્તમ જ્ઞાન હતું.
તેમની રચેલી ‘ઇષ્ટોપદેશ’ની સંસ્કૃત ટીકાનો અહીં અક્ષરશઃ ગુજરાતી અનુવાદ
કરવામાં આવ્યો છે.
ગ્રન્થકાર અને ટીકાકારના ભાવને વધુ સ્પષ્ટ કરવા માટે અનુવાદ સાથે ભાવાર્થ તથા
‘વિશેષ’ પણ આપવામાં આવ્યો છે. દરેક શ્લોકનો ગુજરાતી પદ્યાનુવાદ પણ નીચે ઉમેરવામાં
આવ્યો છે.
આભાર
સંસ્કૃત ટીકાની ભાષા તો સરલ છે, છતાં કોઇ કોઇ ઠેકાણે ટીકાકારનો ભાવ સ્પષ્ટ
( 8 )