૧૫.જેમ જેમ આત્માનુભવ થતો જાય છે, તેમ તેમ સુલભ વિષયો પણ રુચતા નથી અને
જેમ જેમ વિષયો પ્રત્યે અરુચિ થાય છે, તેમ તેમ આત્માનુભવની પરિણતિ વૃદ્ધિ પામતી
જાય છે.(શ્લોક-૩૭-૩૮)
૧૬.ધ્યાન-પરાયણ યોગીને પોતાના દેહનું પણ ભાન હોતું નથી.(શ્લોક-૪૨)
૧૭.પર તે પર છે, તેનો આશ્રય કરવાથી દુઃખ છે અને આત્મા તે આત્મા છે તેનાથી
સુખ છે. તેથી મહાત્માઓ આત્માર્થે જ ઉદ્યમ કરે છે.(શ્લોક-૪૫)
૧૮.જે અજ્ઞાની પુદ્ગલને અભિનંદે છે તેનો કેડો (પીછો) ચાર ગતિમાં પુદ્ગલ કદી છોડતું
નથી.(શ્લોક-૪૬)
૧૯.અવિદ્યાને દૂર કરવાવાળી મહાન્ ઉત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ છે. મુમુક્ષુઓએ તેના સંબંધમાં
પૃ.છા કરવી, તેની જ વાંછા કરવી અને તેનો જ અનુભવ કરવો જોઇએ. (શ્લોક-
૪૯)
૨૦.જીવ અન્ય છે અને પુદ્ગલ અન્ય છે-એ તત્ત્વકથનનો સાર છે. બીજું જે કાંઇ કહેવામાં
આવ્યું છે તે બધો જ તેનો વિસ્તાર છે.(શ્લોક-૫૦)
ગ્રન્થકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી
તેઓ કર્ણાટક પ્રાંતના રહીશ બ્રાહ્મણકુલોત્પન્ન પ્રખર વિદ્વાન્ હતા. તેઓ વિદ્વાન્
હતા એટલું જ નહિ પણ ઉ.ચ કોટિના સંયમી હતા. તેઓ ભારત-ભૂમિમાં છઠ્ઠા સૈકાના
પૂર્વાર્ધમાં થઇ ગયા—એમ વિદ્વાન પંડિતોનું માનવું છે.
તેમને વ્યાકરણ, ન્યાય, છંદ, જ્યોતિષ આદિનું તથા વૈદ્યક, સૈદ્ધાંતિક, સાહિત્યિક
અને આધ્યાત્મિક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન હતું. વળી તેમની વિવેચન-શક્તિ પણ પ્રગાઢ
હતી.
તેમની કૃતિઓમાં ખાસ કરીને જૈનેન્દ્રવ્યાકરણ, સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ
આદિ ગ્રન્થો, તે તે વિષયોમાં જૈનસમાજમાં બહુ આધારભૂત ગણાય છે. આથી જૈનસમાજ
ઉપર તેમનો મહાન ઉપકાર છે.
તેમની ભાષાશૈલી સરળ અને લાલિત્યપૂર્ણ છે તેમ જ હૃદયસ્પર્શી છે. તેમના
જીવનસંબંધી ‘સમાધિતંત્ર’ની પ્રસ્તાવનામાં સવિસ્તાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાંથી
જાણી લેવા વિનંતી છે.
સંસ્કૃત ટીકાકાર પંડિતપ્રવર શ્રી આશાધરજી
જન્મ-જન્મસ્થળ
મારવાડનો મુલક જે સપાદલક્ષ નામથી જાણીતો હતો તેના મંડળકર નગરમાં વિદ્વાન
ઋષિતુલ્ય કવિ આશાધરજીનો જન્મ લગભગ વિ.સં. ૧૨૩૦ થી ૩૫ સુધીમાં થયો હતો.
( 7 )