‘ના, ઇત્યાદિ.’ તે સારું નથી. શું તે? પદ. કેવું (પદ)? નરક સંબંધી (પદ) શા
વડે (પ્રાપ્ત થયેલું), અવ્રતોથી અર્થાત્ હિંસાદિ પરિણામથી ઉત્પન્ન થયેલા પાપો વડે (પ્રાપ્ત
થયેલું) [‘बत’ શબ્દ ખેદ – કષ્ટના અર્થમાં છે] ‘અરે! તો વ્રત અને અવ્રત જેનું નિમિત્ત છે
તેવાં દેવ અને નારક એ બે પક્ષોમાં સમાનતા આવશે.’ એવી (શિષ્યની) આશંકા થતાં ‘તે
બંનેમાં તફાવત છે,’ એમ છાયા ઇત્યાદિ દ્રષ્ટાન્ત દ્વારા પ્રગટ કરી (આચાર્ય) કહે છે —
કોણ તે? ભેદ – અન્તર. કેવો? મહાન – મોટો, કોણ બેઉ વચ્ચે? બે પથિકો વચ્ચે. શું કરતા?
પોતાના કાર્યના અંગે નગરમાં ગયેલા અને ત્યાંથી પાછા આવતા પોતાના ત્રીજા સાથીની
માર્ગમાં પ્રતીક્ષા કરતા – રાહ જોતા. તે બન્ને કેવા હોઈ? છાયા અને તાપમાં બેઠેલા હોઈ.
[છાયા અને આતપ – તે છાયાતપ, તેમાં બેઠેલા]. એનો અર્થ આ પ્રમાણે છેઃ — ત્રીજા
(સાથીના) આગમનકાલ સુધી, જેમ છાયામાં બેઠેલો (પથિક) સુખેથી બેસે છે અને તાપમાં
બેઠેલો (પથિક) દુઃખથી બેસે છે, તેમ જ્યાં સુધી સુદ્રવ્યાદિ મુક્તિનાં કારણો પ્રાપ્ત થાય,
ત્યાં સુધી વ્રતાદિ આચરણ કરનાર તે આત્મા – જીવ સ્વર્ગાદિ સ્થાનોમાં સુખથી રહે છે અને
બીજો (અવ્રતાદિ આચરનાર) નરકાદિ સ્થાનોમાં દુઃખથી રહે છે.
ભાવાર્થ : — જેમ છાયામાં બેસી પોતાના મિત્રની રાહ જોનાર મુસાફર સુખી થાય
છે અને તડકામાં બેસી તેની રાહ જોનાર બીજો મુસાફર દુઃખી થાય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ
જીવ જ્યારે નિર્વિકલ્પ દશામાં રહી શકતો નથી, ત્યારે તેને હેયબુદ્ધિએ વ્રતાદિપાલનનો
શુભભાવ આવે છે અને તે શુભભાવના નિમિત્તે તે સ્વર્ગાદિસ્થાનોમાં સુખ ભોગવે છે.
સમ્યગ્દ્રષ્ટિને નરકમાં જવા જેવા ભાવ થતા જ નથી; પરંતુ હિંસાદિ અવ્રતના અશુભ ભાવ
छायेत्यादि । भवति । कोऽसौ ? भेदः अन्तरं । किंविशिष्टो ? महान् बृहन् । कयोः ?
पथिकयोः । किं कुर्वतोः ? स्वकार्यशान्नगरांतर्गतं तृतीयं स्वसार्थिकमागच्छन्तं पथि प्रतिपालयतोः
प्रतीक्षमाणयोः । किंविशिष्टयोः सतोः ? छायातपस्थयोः छाया च आतपश्च छायातपौ तयोः
स्थितयोः । अयमर्थो यथैव छायास्थितस्तृतीया गमनकालं यावत्सुखेन तिष्ठति आतपस्थितश्च
विशदार्थ — अपने कार्यके वशसे नगरके भीतर गए हुए तथा वहाँसे वापिस
आनेवाले अपने तीसरे साथीकी मार्गमें प्रतीक्षा करनेवाले, जिनमेंसे एक तो छायामें बैठा
हुआ है और दूसरा धूपमें बैठा हुआ है – दो व्यक्तियोंमें जैसे बड़ा भारी अन्तर है, अर्थात्
छायामें बैठनेवाला तीसरे पुरुषके आने तक सुखसे बैठा रहता है, और धूपमें बैठनेवाला
दुःखके साथ समय व्यतीत करता रहता है । उसी तरह जब तक मुक्तिके कारणभूत अच्छे
द्रव्य, क्षेत्र, काल, भाव आदिक प्राप्त होते हैं, तब तक व्रतादिकोंका आचरण करनेवाला
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯