કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૧
इत्यादि – अतो ज्ञायते ऐन्द्रियंकं सुखं वासनामात्रमेव, नात्मनः
स्वाभाविकानाकुलत्वस्वभावम् । कथमन्यथा लोके सुखजनकत्वेन प्रतीतानामपि भावानां
दुःखहेतुत्वम् ? एवं दुःखमपि ।।
इन सबसे मालूम पड़ता है, कि इन्द्रियोंसे पैदा होनेवाला सुख वासनामात्र ही है ।
आत्माका स्वाभाविक एवं अनाकुलतारूप सुख वासनामात्र नहीं है, वह तो वास्तविक है ।
यदि इन्द्रियजन्य सुख वासनामात्र-विभ्रमजन्य न होता, तो संसारमें जो पदार्थ सुखके पैदा
करनेवाले माने गये हैं, वे ही दुःखके कारण कैसे हो जाते ? अतः निष्कर्ष निकला कि
देहधारियोंका सुख केवल काल्पनिक ही है और इसी प्रकार उनका दुःख भी काल्पनिक
है ।।६।।
તેથી જણાય છે, કે ઇન્દ્રિયજનિત સુખ વાસનામાત્ર જ છે; તે આત્માનું સ્વાભાવિક –
અનાકુલ સ્વભાવવાળું નથી, નહિ તો સંસારમાં જે પદાર્થો સુખજનક માનવામાં આવે છે
તે દુઃખનું કારણ કેમ બને? એમ તે (ઇન્દ્રિય – સુખ) પણ દુઃખ જ છે.
ભાવાર્થ : — અજ્ઞાની જીવોને જે સુખ – દુઃખ હોય છે, તે ઇન્દ્રિયજનિત છે –
વાસનામાત્ર જ છે.
‘દેહાદિ પદાર્થો મને ઉપકારક છે, માટે ઇષ્ટ છે અને તેઓ મને અપકારક –
અહિતકારક છે (એમ કોઈક વાર માને છે), માટે અનિષ્ટ છે’ — એવી વિભ્રમરૂપ કલ્પનાથી
ઉત્પન્ન થયેલો સંસ્કાર તે વાસના છે.
અજ્ઞાની જીવ, આવી વાસનાના કારણે ભોગોના નિમિત્તે ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયજનિત
સુખમાં ભ્રમથી વાસ્તવિક (સાચા) સુખની કલ્પના કરે છે.
આ ભોગો રોગ સમાન છે. તેઓ દુઃખના સમયે રોગોની જેમ આકુલતા – ઉદ્વેગતાનાં
નિમિત્ત થાય છે. કોઈ કારણથી મન દુઃખી હોય અર્થાત્ ચિત્ત – ક્ષોભ હોય, તો સુંદર ભોગો
પણ ઉદ્વેગકારક લાગે છે; તેઓ અસહ્ય લાગે છે. ભૂખ – તરસથી પીડાતા મનુષ્યને સુંદર મહેલ,
ચંદન, ચંદ્રનાં કિરણ, યુવતીઓ વગેરે સુંદર પદાર્થો પણ દુઃખકર લાગે છે.
ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્ર અથવા કલ્પનાજનિત છે. તે આત્માનું સ્વાભાવિક –
અનાકુલરૂપ સુખ નથી, પણ વાસ્તવમાં તે દુઃખ જ છે, તેથી તેમાં વાસ્તવિક સુખની કલ્પના
કરવી વ્યર્થ છે.
જો ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્ર – વિભ્રમજન્ય ન હોય તો આ સંસારમાં જે પદાર્થ
કયારેક સુખદાયક મનાય છે, તે જ ક્યારેક દુઃખદાયક કેમ મનાય? તેથી અજ્ઞાની જીવોનું
સુખ – દુઃખ કેવળ વાસનામાત્ર છે, બન્ને દુઃખ છે. ૬.