૨૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्राह पुन शिष्य : — एते सुखदुःखे खलु वासनामात्रे कथं न लक्ष्येते इति । खल्विति
वाक्यालंकारे निश्चये वा । कथं केन प्रकारेण न लक्ष्येते न संवेद्येते लोकैरिति शेषः । शेषं
स्पष्टम् ।
अत्राचार्यः प्रबोधयति —
मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि ।
मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः ।।७।।
टीका — नहि नैव लभते परिच्छिनत्ति घातूनामनेकार्थत्वाल्लभेर्ज्ञानेपि वृत्तिस्तथा च लोको
शंका — ऐसा सुन शिष्य पुनः कहने लगा कि ‘‘यदि ये सुख और दुःख वासनामात्र
ही हैं, तो वे लोगोंको उसी रूपमें क्यों नहीं मालूम पड़ते हैं ? आचार्य समझाते हुए बोले —
मोहकर्मके उदयसे, वस्तुस्वभाव न पात ।
मदकारी कोदों भखे, उल्टा जगत लखात ।।७।।
अर्थ — मोहसे ढका हुआ ज्ञान, वास्तविक स्वरूपको वैसे ही नहीं जान पाता है,
जैसे कि मद पैदा करनेवाले कोद्रव (कोदों)के खानेसे नशैल-बे-खबर हुआ आदमी
पदार्थोंको ठीक-ठीक रूपसे नहीं जान पाता है ।
અહીં, શિષ્ય ફરીથી કહે છે — ‘‘જો તે સુખ – દુઃખ ખરેખર [‘खलु’ શબ્દ વાક્યાલંકાર
યા નિશ્ચયના અર્થમાં છે.] વાસનામય હોય, તો (લોકોને) તે (વાસનામાત્ર છે એમ) કેમ માલૂમ
પડતું નથી? અર્થાત્ લોકોને તે કેમ સંવેદનમાં આવતું નથી? શેષ સ્પષ્ટ છે.
અહીં, આચાર્ય સમજાવે છે —
મોહે આવૃત જ્ઞાન જે, પામે નહીં નિજરૂપ,
કોદ્રવથી જે મત્ત જન, જાણે ન વસ્તુસ્વરૂપ. ૭.
અન્વયાર્થ : — [यथा ] જેમ [मदनकोद्रवैः ] મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવના
નિમિત્તથી) [मत्तः पुमान् ] ઉન્મત્ત (પાગલ) બનેલો માણસ [पदार्थानां ] પદાર્થોનું [स्वभावं ]
યથાર્થ સ્વરૂપ [न लभते ] જાણતો નથી, [तथा एव ] તેમ જ [मोहेन ] મોહથી [संवृतं ]
આચ્છાદિત થયેલું [ज्ञानं ] જ્ઞાન [स्वभावं ] વાસ્તવિક સ્વરૂપને [न हि लभते ] જાણતું નથી.
ટીકા : — न हि એટલે ખરેખર પ્રાપ્ત કરતું – જાણતું નથી. (ધાતુઓના અનેક અર્થ
હોવાથી ‘लभ्’ શબ્દ મેળવવાના અર્થમાં અને જ્ઞાનના અર્થમાં પણ વપરાય છે; જેમ કે લોક