Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 30 of 146
PDF/HTML Page 44 of 160

 

background image
૩૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अहितवर्गेऽपि दृष्टान्तः प्रदर्श्यते अस्माभिरिति योज्यम् :
उत्थानिकाआचार्य आगेके श्लोकमें शत्रुओंके प्रति होनेवाले भावोंको ‘ये हमारे
शत्रु हैं’ ‘अहितकर्ता हैं’ आदि अज्ञानपूर्ण बतलाते हुए उसे दृष्टान्त द्वारा समझाते हैं, साथ
ही ऐसे भावोंको दूर करनेके लिए प्रेरणा भी करते हैं :
ભાવાર્થ :જેવી રીતે પક્ષીઓ જુદી જુદી દિશા અને દેશોથી આવી રાત્રે વૃક્ષ
ઉપર એકઠાં નિવાસ કરે છે અને સવારે પોતપોતાના કાર્ય અંગે ઇચ્છાનુસાર કોઈ દેશ
યા દિશામાં ઊડી જાય છે, તેવી રીતે સંસારી જીવો નરકગતિ આદિરૂપ સ્થાનોથી આવી
એક કુટુંબમાં જન્મ લે છે અને ત્યાં પોતાના આયુકાલ સુધી કુટુંબીજનો સાથે રહે છે,
પછી પોતાની આયુ પૂરી થતાં તેઓ પોતપોતાની યોગ્યતાનુસાર દેવગતિ આદિ સ્થાનોમાં
ચાલ્યા જાય છે.
જેમ પક્ષીઓ જે દિશાએથી અને દેશમાંથી આવે તે જ દિશાદેશમાં પાછા જાય
એવો કોઈ નિયમ નથી, તેમ સંસારી જીવો પણ આયુ પૂરી થતાં જે ગતિમાંથી આવ્યા
હતા તે જ ગતિ
સ્થાનોમાં ફરી જાય એવો કોઈ નિયમ નથી; પોતપોતાની
યોગ્યતાનુસાર નવી ગતિમાં જાય છે.
આચાર્ય શિષ્યને બોધરૂપે કહે છે, ‘‘હે ભદ્ર! શરીરાદિ પદાર્થો તારાથી સર્વથા
ભિન્ન સ્વભાવવાળા છે. જો તેઓ તારા હોય, તો બન્ને જુદા પડી કેમ ચાલ્યા જાય
છે? જો તેઓ તારા આત્મસ્વરૂપ હોય તો આત્મા તો તેના ત્રિકાલી સ્વરૂપે તેનો તે
જ રહે છે અને તેની સાથે શરીરાદિ સંયોગી પદાર્થો તો તેના તે રહેતા નથી. જો
તેઓ આત્મસ્વરૂપ હોય તો આત્માની સાથે જ રહેવાં જોઈએ પણ તેમ તો જોવામાં
આવતું નથી; માટે તેમને આત્મસ્વરૂપ માનવા તે ભ્રમ છે અર્થાત્ શરીરાદિ પર પદાર્થોમાં
હિતબુદ્ધિએ આત્મભાવ યા આત્મીયભાવ કરવો તે અજ્ઞાનતા છે. વસ્તુસ્વરૂપ સમજી
આત્મભાવ વા આત્મીયભાવનો પરિત્યાગ કરવો તે શ્રેયસ્કર છે.’’ અહીં પણ ‘સર્વથા’
સંબંધી આ પૂર્વેની ગાથામાં જેમ કહ્યું છે તેમ સમજવું.
અહિત વર્ગ સંબંધમાં પણ અમે દ્રષ્ટાન્ત આપીશુંએમ યોજવું. (અર્થાત્ શત્રુઓ
પ્રતિ ‘આ અમારો શત્રુ છેઅહિતકર્તા છે’એવો ભાવ અજ્ઞાનજનિત છે, તે દ્રષ્ટાન્ત
દ્વારા આચાર્ય બતાવે છે.)