કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૧
विराधकः कथं हंत्रे जनाय परिकुप्यति ।
त्र्यङ्गुलंपातयन् पद्भ्यां स्वयं दण्डेन पात्यते ।।१०।।
टीका — कथमित्यरुचौ न श्रद्दधे कथं परिकुप्यति समन्तात् क्रुध्यति । कोऽसौ ?
विराधकः अपकारकर्त्ता जनः । कस्मै हन्त्रे जनाय प्रत्यपकारकाय लोकाय ।
‘सुखं वा यदि दुःखं येन यस्य कृतं भुवि ।
अवाप्नोति स तत्तस्मादेष मार्गः सुनिश्चितः ।।’
अपराधी जन क्यों करे, हन्ता जनपर क्रोध ।
दो पग अंगुल महि नमे, आपहि गिरत अबोध ।।१०।।
अर्थ — जिसने पहिले दूसरेको सताया या तकलीफ पहुँचाई है, ऐसा पुरुष उस
सताये गये और वर्तमानमें अपनेको मारनेवालेके प्रति क्यों गुस्सा करता है ? यह कुछ
जँचता नहीं । अरे ! जो त्र्यङ्गुलको पैरोंसे गिराएगा वह दंडेके द्वारा स्वयं गिरा दिया
जायगा ।
विशदार्थ — दूसरेका अपकार करनेवाला मनुष्य, बदलेमें अपकार करनेवालेके प्रति
क्यों हर तरहसे कुपित होता है ? कुछ समझमें नहीं आता ।
અપરાધી જન કાં કરે, હન્તા જન પર ક્રોધ?
પગથી ત્ર્યંગુલ પાડતાં, દંડે પડે અબોધ. ૧૦
અન્વયાર્થ : — [विराधकः ] વિરાધક (જેણે પહેલાં બીજાને હેરાન કર્યો હતો – દુઃખ
આપ્યું હતું – એવો પુરુષ) [हन्त्रे जनाय ] (વર્તમાનમાં) પોતાને મારનાર માણસ પ્રત્યે [कथं
परिकुष्यति ] કેમ ગુસ્સો કરે છે? (અરે દેખો!) [त्र्यंङ्गुलं ] ત્ર્યંગુલને [पद्भ्यां ] પગોથી
[पातयन् ] નીચે પાડનાર (મનુષ્ય) [स्वय ] સ્વયં [दण्डेन ] દંડ વડે (ત્ર્યંગુલના દંડ વડે)
[पात्यते ] નીચે પડાય છે.
ટીકા : — [અરુચિ – (અણગમાના) અર્થમાં कथम् શબ્દ છે]. મને શ્રદ્ધામાં બેસતું
નથી (મને સમજવામાં આવતું નથી) કે કેમ પરિકોપ કરે છે અર્થાત્ સર્વપ્રકારે કેમ
કોપાયમાન થાય છે? કોણ તે? વિરાધક એટલે અપકાર કરનાર માણસ. કોના ઉપર (કોપ
કરે છે)? હણનાર માણસ ઉપર એટલે સામો અપકાર કરનાર લોક ઉપર.
‘સંસારમાં એ સુનિશ્ચિત રીતિ છે કે જે જેને સુખ કે દુઃખ આપે છે, તે તેના તરફથી
તે (સુખ કે દુઃખ) પામે છે.