૩૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इत्यभिधानादन्याय्यमेतदिति भावः । अत्र दृष्टान्तमाचष्टे । त्र्यंगुलमित्यादि – पात्यते भूमौ
क्षिप्यते । कोऽसौ ? यः कश्चिदसमीक्ष्यकारी जनः, केन ? दण्डेन हस्तधार्यकाष्ठेन । कथं ?
स्वयं — पात्यते प्रेरणमन्तरेणैव । किं कुर्वन् ? पातयन् भूमिं प्रति नामयन् । किं तत् ? त्र्यङ्गुलं
अङ्गुलित्रयाकारं कच्चराद्याकर्षणावयवम् । काभ्यां ? पादाभ्यां, ततोऽहिते प्रीतिरहिते चाप्रीतिः
स्वहितैषिणा प्रेक्षावता न करणीया ।
भाई ! सुनिश्चित रीति या पद्धति यही है, कि संसारमें जो किसीको सुख या दुःख
पहुँचाता है, वह उसके द्वारा सुख और दुःखको प्राप्त किया करता है । जब तुमने किसी
दूसरेको दुःख पहुँचाया है तो बदलेमें तुम्हें भी उसके द्वारा दुःख मिलना ही चाहिए । इसमें
गुस्सा करनेकी क्या बात है ? अर्थात् गुस्सा करना अन्याय है, अयुक्त है । इसमें दृष्टान्त
देते हैं कि जो बिना विचारे काम करनेवाला पुरुष है वह तीन अंगुलीकी आकारवाले कूड़ा
कचरा आदिके समेटनेके काममें आनेवाले ‘अंगुल’ नामक यंत्रको पैरोंले जमीन पर गिराता
है, तो यह बिना किसी अन्यकी प्रेरणाके स्वयं ही हाथमें पकड़े हुए डंडेसे गिरा दिया जाता
है । इसलिए अहित करनेवाले व्यक्तिके प्रति, अपना हित चाहनेवाले बुद्धिमानोंको, अप्रीति,
अप्रेम या द्वेष नहीं करना चाहिए ।।१०।।
(અર્થાત્ સામો અપકાર કરનાર પુરુષ ઉપર કોપ કરવો) તે અન્યાયયુક્ત છે
(અયોગ્ય છે) — એવો આ કથનનો ભાવ છે.
અહીં (આ બાબતમાં) દ્રષ્ટાન્ત કહે છે — त्र्यङ्गुलमित्यादि०’
પાડવામાં આવે છે, એટલે (કોઈથી) ભૂમિ ઉપર પટકવામાં આવે છે. કોણ તે?
કોઈ અવિચાર્યું કામ કરનાર માણસ. કોના વડે (પાડવામાં આવે છે)? દંડ વડે અર્થાત્
હાથમાં રાખેલા કાષ્ટ (લાકડા) વડે. કેવી રીતે? સ્વયં પાડવામાં આવે છે — (કોઈની) પ્રેરણા
વિના જ. શું કરતાં? (નીચે) પાડતાં એટલે ભૂમિ તરફ નમાવતાં. શું (નમાવતાં)? ત્ર્યંગુલને
અર્થાત્ ત્રણ આંગળાંના આકારવાળાં કૂડા – કચરાદિને ખેંચનાર યંત્રને. શા વડે? બે પગ વડે.
માટે અહિત કરનાર અર્થાત્ પ્રીતિરહિત વ્યક્તિ પ્રત્યે, પોતાનું હિત ઇચ્છનાર
બુદ્ધિમાન (પુરુષે) અપ્રીતિ એટલે દ્વેષ કરવો જોઈએ નહિ.
ભાવાર્થ : — મનુષ્ય માટી ખોદવા કે કચરો ખેંચવા માટે ત્ર્યંગુલને નીચે પાડે છે,
ત્યારે તેને પણ સ્વયં નીચે પડવું પડે છે, કારણ કે તેનો દંડ (હાથો) નાનો હોય છે. તે
ત્ર્યંગુલને નીચે પાડે છે તો ત્ર્યંગુલનો દંડ પણ તેને નીચે પાડે છે; તેમ જો તમે કોઈને દુઃખી
કરો અને બીજો કોઈ તમને દુઃખી કરે અને તેના ઉપર ગુસ્સે થાઓ, એ કેટલો અન્યાય