૩૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीका — भ्रमति संसरति । कोऽसौ ? असौ जीवश्चेतनः । क्व ? संसाराब्धौसंसारः
द्रव्यपरिवर्तनादिरूपो भवोऽब्धिः समुद्र इव दुःखहेतुत्वाद् दुस्तरत्त्वाच्च तस्मिन् । कस्मात् ?
अज्ञानात् देहादिष्वात्मविभ्रमात् । कियत्कालं, सुचिरं अतिदीर्घकालम् । केन ? रागेत्यादि । रागः
इष्टे वस्तुनि प्रीतिः द्वेषश्चानिष्टेऽप्रीतिस्तयोर्द्वयी । रागद्वेषयोः शक्तिव्यक्तिरूपतया युगपत्
प्रवृत्तिज्ञापनार्थं द्वयीग्रहणं, शेषदोषाणां च तद्द्वयप्रतिबद्धत्वबोधनार्थं ।
तथा चोक्तम् [ज्ञानार्णवे ] —
यत्र रागः पदं धत्ते, द्वेषस्तत्रेति निश्चयः ।
उभावेतौ समालम्ब्य विक्रमत्यधिकं मनः ।।२३।।
विशदार्थ — द्रव्य, क्षेत्र, काल, भव, भावरूप पंचपरावर्तनरूप संसार, जिसे दुःखका
कारण और दुस्तर होनेसे समुद्रके समान कहा गया है, उसमें अज्ञानसे-शरीरादिकोंमें
आत्मभ्रान्तिसे-अतिदीर्घ काल तक घूमता (चक्कर काटता) रहता है । इष्ट वस्तुमें प्रीति होनेको
राग और अनिष्ट वस्तुमें अप्रीति होनेको द्वेष कहते हैं । उनकी शक्ति और व्यक्तिरूपसे हमेशा
प्रवृत्ति होती रहती है, इसलिए आचार्योंने इन दोनोंकी जोड़ी बतलाई है । बाकीके दोष इस
जोड़ीमें ही शामिल है, जैसा कि कहा गया है : — ‘‘यत्र रागः पदं धत्ते०’’
‘‘जहाँ राग अपना पाँव जमाता है, वहाँ द्वेष अवश्य होता है या हो जाता है,
ટીકા : — ભમે છે એટલે સંસરણ કરે છે. કોણ તે? તે જીવ – ચેતન. ક્યાં (ભમે
છે)? સંસાર – સમુદ્રમાં, સંસાર એટલે દ્રવ્યપરિવર્તનાદિરૂપ ભવ, જે દુઃખનું કારણ અને
દુસ્તર હોવાથી અબ્ધિ એટલે સમુદ્ર જેવો છે – તેમાં. શા કારણથી ભમે છે? અજ્ઞાનને લીધે
અર્થાત્ દેહાદિમાં આત્મવિભ્રમના કારણે. કેટલા કાળ સુધી (ભમે છે)? સુચિર એટલે બહુ
લાંબા કાળ સુધી. શાથી? ‘रागेत्यादि०’ રાગ ઇત્યાદિથી.
રાગ એટલે ઇષ્ટ વસ્તુમાં પ્રીતિ અને દ્વેષ એટલે અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિ, તે બંનેનું
યુગલ. રાગ – દ્વેષની પ્રવૃત્તિ, શક્તિરૂપે તથા વ્યક્તિરૂપે હંમેશાં એકીસાથે હોય છે; તે
જણાવવા માટે તથા બાકીના દોષો પણ તે (બંનેના) યુગલમાં ગર્ભિત છે (અર્થાત્ સામેલ
છે – તે સાથે સંબંધ રાખે છે) તે બતાવવા માટે (આચાર્યે) તે બંનેનું (રાગ – દ્વેષનું યુગલ)
ગ્રહણ કર્યું છે.
વળી, ‘જ્ઞાનાર્ણવ’માં કહ્યું છે કે —
‘જ્યાં રાગ પોતાનો પગ જમાવે છે (રાખે છે) ત્યાં દ્વેષ અવશ્ય હોય છે. તે બંનેના