પ્રકાશકીય નિવેદન
શ્રી પૂજ્યપાદાચાર્યદેવ રચિત, સમાધિની પ્રાપ્તિ કરાવનારો, અત્યુત્તમ ગ્રન્થ ‘શ્રી
સમાધિતંત્ર-સમાધિશતક’, શ્રી પ્રભાચન્દ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા સહિત, ગુજરાતી અનુવાદરુપે
આ સંસ્થા દ્વારા પહેલાં ઇ.સ. ૧૯૬૬માં પ્રસિદ્ધ થયો છે અને જિજ્ઞાસુ ભાઇ-બહેનોએ તેને સારો
આવકાર આયો છે. તેનાથી પ્રેરણા પામી, તે આચાર્યભગવાનની ભેદજ્ઞાનમૂલક બીજી કૃતિ
‘ઇષ્ટોપદેશ’, ગુજરાતી અનુવાદ સહિત, પ્રકાશિત કરતાં અત્યાનંદ થાય છે.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઇષ્ટ(હિત)ના ઉપદેષ્ટા છે. તે સર્વજ્ઞવાણી અનુસારે શ્રી
પૂજ્યપાદાચાર્યદેવે ‘ઇષ્ટોપદેશ’ની રચના કરી છે અને તેને અનુસરીને વર્તમાનમાં
શુદ્ધસ્વરુપજીવી આત્મજ્ઞ સંત પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી, અમોઘ આત્મસ્પર્શી પ્રવચનો
દ્વારા નિરંતર ઇષ્ટોપદેશ આપી, આપણને ઉપકૃત કરી રહ્યા છે તે બદલ તેમનાં પાવન
ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે નમસ્કાર!
જેમ ‘સમાધિતંત્ર’નો ગુજરાતી અનુવાદ સદ્ધર્મપ્રેમી ભાઇશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી
બી.એ. (ઓનર્સ), એસ.ટી.સી. (સોનાસણવાળા)એ કર્યો છે તેમ આ ‘ઇષ્ટોપદેશ’નો ગુજરાતી
અનુવાદ પણ તેમણે જ તૈયાર કરી આયો છે. (તેમનો પરિચય ‘સમાધિતંત્ર’ના પ્રકાશકીય
નિવેદનમાં આયો છે.) આ અનુવાદ તેમણે જિનપ્રવચન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇને
પ્રમુદિતભાવે, તદ્દન નિઃસ્પૃહતાપૂર્વક કરી આયો છે. ઇષ્ટોપદેશના ભાવો જાળવી રાખવા તેમણે
અત્યંત ચીવટ રાખી છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને તેમને ધન્યવાદ આપવા
સાથે તેમના પ્રત્યે આભાર પ્રદર્શિત કરે છે.
તા. ૮-૨-૧૯૬૮સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
( 3 )