Ishtopdesh (Gujarati). PrakAshakiy nivedan (trutiy Avrutti).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 160

 

background image
પ્રકાશકીય નિવેદન
(તૃતીય આવૃત્તિ)
વીતરાગ જિનપ્રવચનના સૂક્ષ્મ રહસ્યોથી ભરપૂર એવા આ ‘ઇષ્ટોપદેશ’ નામના લઘુગ્રંથ
ઉપર, અધ્યાત્મતત્ત્વાનુભવી સન્માર્ગપ્રકાશક પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આપેલાં
અધ્યાત્મરહસ્યભરપૂર, અર્થગંભીર તેમજ જ્ઞાનવૈરાગ્યપ્રેરક અદ્ભુત પ્રવચનો ‘આત્મધર્મ’
માસિક પત્રમાં પ્રકાશિત થયાં છે, જે વાંચીને, અનેક મુમુક્ષુહૃદયો પ્રભાવિત થવાથી, કેટલાક
મુમુક્ષુ મહાનુભાવોની ઘણા વખતથી અપ્રાય એવા આ ગુજરાતી સંસ્કરણની ત્રીજી આવૃત્તિ
છપાવવાની માંગણી હતી.
અધ્યાત્મયુપ્રવર્તક પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પવિત્ર સાધનાભૂમિ
અધ્યાત્મતીર્થધામ સુવર્ણપુરીમાં (સોનગઢમાં) સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનની આત્મસાધના તેમજ દેવગુરુભક્તિભીની મંગળ છાયા તળે પૂર્વવત્ જે અનેકવિધ
ધાર્મિક ગતિવિધિ પ્રવર્તે છે તેના એક અંગરુપ સત્સાહિત્યપ્રકાશનવિભાગ દ્વારા જે આર્ષપ્રણીત
મૂળ શાસ્ત્રો તથા પ્રવચનગ્રંથો વગેરે પ્રકાશિત કરવામાં આવે છે તે પૈકીનું આ, ‘ઇષ્ટોપદેશ’ના
ગુજરાતી સંસ્કરણની ત્રીજી આવૃત્તિરુપ પુનઃપ્રકાશન છે.
આ આવૃત્તિમાં પરમશ્રુતપ્રભાવક મંડળ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ દ્વારા પ્રકાશિત
ઇષ્ટોપદેશ ગ્રંથમાંથી શ્રી ધન્યકુમારજી જૈન કૃત હિન્દી ટીકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ ગ્રંથ ઉપર કલ્યાણકારી પ્રવચનો કર્યાં તે સમયે તેઓશ્રી
સમક્ષ આ હિન્દી ટીકા હોવાથી મુમુક્ષુઓને પ્રવચનો સાંભળવામાં અને સમજવામાં સુલભતા રહે
તે હેતુથી આ આવૃત્તિમાં હિન્દી ટીકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે બદલ અમો
ઉપરોક્ત સંસ્થાનો પણ આભાર માનીએ છીએ.
આ આવૃત્તિનું સુંદર મુદ્રણ વગેરે કરી આપવા બદલ ‘કહાન મુદ્રણાલય’ના સંચાલકનો
આભાર માનીએ છીએ.
મુમુક્ષુ આમાંથી સમ્યક્પ્રકારે ઇષ્ટ ઉપદેશ ગ્રહણ કરી સર્વ આકુલતારુપ દુઃખનો નાશ
કરી નિરાકુલતારુપ સુખની પ્રાપ્તિ કરે એ જ ભાવના.
આસો વદ અમાસ (દીપાવલી)
ભગવાન મહાવીર નિર્વાણકલ્યાણક દિન
વિ.સં. ૨૦૬૫
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
( 4 )